Get The App

'ઓપરેશન સિંદૂર' પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
'ઓપરેશન સિંદૂર' પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે 1 - image


- ચીન પાસે સાડા ત્રણ સો નાના-મોટા યુદ્ધ જહાજો છે

- અરબી સમુદ્રમાં અત્યારે ભારત સૌથી સબળ સમુદ્રીય શક્તિ છે તે વધારવા પ્રબળ જહાજો અને સબમરિન્સ અનિવાર્ય જરૂરિયાત છે

નવી દિલ્હી, મુંબઈ : ભારતની સમુદ્રીય શક્તિ વધારવા મુંબઈ સ્થિત 'મઝગાંવ-ડોક-શિપ-બિલ્ડર્સ લિમિટેડે' રૂ. ૪૦૦૦ કરોડથી રૂ. ૫૦૦૦ કરોડ સુધીની વિસ્તરણ યોજના તૈયાર કરી છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ઈન્ડીયન નેવીએ જે આક્રમકતા અરબી-સમુદ્રમાં દર્શાવી હતી તેને પગલે હવે ભારતે તેના યુદ્ધ જહાજો અને સબમરીન્સનો કાફલો વધારવા નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં સૌથી સબળ નૌકાદળ છે.

સંરક્ષણ મંત્રાલયના સાધનો જણાવે છે કે, મઝગાંવ-ડોક-લિમિટેડે તેના વર્તમાન મુંબઈ કેમ્પસ ઉપરાંત બીજા બે નવા 'બેઝિન્સ' બાંધવા શરૂ કરી દીધાં છે જે વિશાળ જહાજોનાં બાંધકામ તેનો સમારકામ તેમજ સબમરીન્સ બાંધકામ માટે ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી તેણે ૧૦ એકરનો મરીન એરિયા હસ્તગત કર્યો છે. આમ એમડીએલની વર્તમાન ડેડ વેઇટ કેપેસીટી ૪૦,૦૦૦ ટનથી વધીને ૮૦,૦૦૦ ટન થઈ જશે. વાસ્તવમાં મઝગાંવ-ડોક-લિમિટેડ (એમ.ડી.એલ.) ૨ લાખ ટન જેટલું 'ડેડ-વેઇટ' વધારવા માગે છે તે માટે તેણે નવ્હા-શેવા પોર્ટ પાસેથી ૩૭ મરીન એકર ૨૯ વર્ષનાં લીઝ ઉપર લીધું છે. ઉપરાંત ૧૫ મરીન-એકર તેણે મુંબઈ પોર્ટ ઓથોરિટી પાસેથી લીઝ પર લીધાં છે.

અત્યારે એમડીએલ ૧૧ સબમરીન તથા ૧૦ વોર શિપ્સ એક સાથે બનાવી શકે તેવી વ્યવસ્થા ધરાવે છે. તે બે મેજર સબમરીન પ્રોજેક્ટસ ૧.૦૬ લાખ કરોડના ખર્ચે હાથ ધરી રહ્યું છે જે અન્ડર-સી-વોરફેર માટે ભારતને સક્ષમ બનાવશે.

આમ છતાં ભારતનો યુદ્ધ નૌકા ઉદ્યોગ ચીન કરતાં તો પાછળ જ છે. ચીન પાસે અત્યારે ૩૫૦ યુદ્ધ જહાજો છે, પરંતુ સાથે તે પણ યાદ રાખવું અનિવાર્ય છે કે, માત્ર સંખ્યાબળ કે યુદ્ધ નૌકાઓની વિશાળતા જ યુદ્ધો જીતાડતા નથી યુદ્ધની રણનીતિ, વ્યૂહ અને સૈનિકોની પ્રતિબદ્ધતા તથા સેનાપતિઓની બુદ્ધિ શક્તિ યુદ્ધો જીતાડે છે. તેથી તો જીબ્રાલ્ટર ભૂશિર પાસે જીબ્રાલ્ટર ગલ્ફમાં હોરેશિયો નેલ્સને વિશાળ સ્પેનિશ આર્મેડીને પરાજિત કર્યું હતું. તેની પ્રતિમા આજે પણ લંડનના ટ્રેફીલ્ગર સ્કવેરમાં રહેલ છે.

એમડીએલ ૨૫૦માં વર્ષમાં પ્રવેશી છે. ૧૭૭૪માં તેની સ્થાપના થઈ હતી. ૧૯૬૦માં ભારત સરકારે તે હસ્તગત કરી તેના શેર્સ પ્રેસિડેન્ટ ઓફ ઈંડીયા નામે હોય છે.

હજી સુધીમાં તેણે ૩૧ વિશાળ યુદ્ધ જહાજો સહિત કુલ ૮૦૦ જહાજો બાંધ્યા છે. ૮ સબમરીન્સ બાંધી છે. ૨૧૪ યુદ્ધ જહાજો, વિદેશોમાં નિકાસ કર્યાં છે.

હવે તેની ક્ષમતા વધારવામાં આવી છે. ૧૭૫ 'કેપિટલ શિપ્સ' વિશાળ જહાજો બાંધે છે છતાં તેનાં કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ્સઆયાત કરવા પડે છે. ૨૦૯૭ સુધીમાં તે ભારતીય નૌસેના સંપૂર્ણ આત્મનિર્ભર થઈ જશે.

Tags :