India

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન

By GS TEAM
15 Nov 20251 min read
TukuTouch Logo
બિહારમાં એનડીએએ મહાગઠબંધનના સુપડા સાફ કરી નાખતા 243 માંથી 202 બેઠક પર કબજો જમાવી લીધો જ્યારે મહાગઠબંધનના ફાળે માત્ર 35 જ બેઠકો આવી શકી. આવી સ્થિતિમાં આરજેડી પાસે 25 તો કોંગ્રેસ પાસે ફક્ત 6 જ બેઠક આવી હતી. જેના લીધે કોંગ્રેસમાં ચિંતા વ્યાપી ગઈ અને ચારેકોર આ મુદ્દે ચર્ચા થવા લાગી.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન

Congress Meeting News: બિહારમાં એનડીએએ મહાગઠબંધનના સુપડા સાફ કરી નાખતા 243 માંથી 202 બેઠક પર કબજો જમાવી લીધો જ્યારે મહાગઠબંધનના ફાળે માત્ર 35 જ બેઠકો આવી શકી. આવી સ્થિતિમાં આરજેડી પાસે 25 તો કોંગ્રેસ પાસે ફક્ત 6 જ બેઠક આવી હતી. જેના લીધે કોંગ્રેસમાં ચિંતા વ્યાપી ગઈ અને ચારેકોર આ મુદ્દે ચર્ચા થવા લાગી. 

ખરગેના નિવાસે બોલાવી બેઠક 

આ કારમા પરાજય મુદ્દે ચિંતન કરવા કોંગ્રેસે મોટી બેઠક બોલાવી હતી. જેમાં ભાગ લેવા માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખરગેના નિવાસે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસા મોટા મોટા નેતાઓ પહોંચ્યા છે.

આ પણ વાંચો: 'કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે...' PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં

બેઠકમાં કયા મુદ્દે ચર્ચા 

આ બેઠકમાં બિહાર ચૂંટણીના પરિણામોની સમીક્ષા, સંગઠનીય નબળાઈઓ અંગે ચર્ચા અને ભવિષ્યની રણનીતિ વિશે વિચારણાં કરવામાં આવી રહી છે. કોંગ્રેસનું નેતૃત્વ ચૂંટણીના પ્રદર્શનને લઈને ગંભીર છે અને બિહારમાં મળેલા પરાજયના કારણોને સમજવાનો પ્રયાસ કરી રહી છે.