Get The App

બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતરો

નમૂનાઓમાં પ્રતિ લિટર ૫.૨૫ (પીજીએલ) સુધીની સાદ્રતા જેવા મળી હતી.

૬ જિલ્લાઓમાં માતાના દૂધમાં યુરેનિયમનું ભયજનક સ્તર જોવા મળે છે.

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતરો 1 - image

નવી દિલ્હી,૨૪ નવેમ્બર,૨૦૨૫,સોમવાર 

માતાના દૂધમાં ડીડીટી,આર્સેનિક અને સીસા પછી યુરેનિયમ પણ જોવા મળ્યું હોવાની ઘટના બિહારમાં બની છે. યુરેનિયમનું ઝેર શિશુઓમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફનો ગંભીર સંકેત આપે છે. માતાના દૂધમાં યુરેનિયમ સંભવિત બિન કાર્સિનોજેનિક જોખમ માટે ખૂબજ સંવેદનશીલ હોવાનું જાણવા મળે છે. જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોને સંપર્કમાં આવેલાઓમાં હજુ સુધી કાર્સિનોજેનિક જોખમ જોવા મળ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ૬ જિલ્લાઓમાં માતાના દૂધમાં યુરેનિયમનું ભયજનક સ્તર જોવા મળે છે. પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં પ્રતિ લિટર ૫.૨૫ (પીજીએલ) સુધીની સાદ્રતા જેવા મળી હતી. 

 વૈજ્ઞાાનિકોએ ગયા વર્ષે પણ માતાના દૂધના નમૂનાઓમાં સીસુ શોધી કાઢયું હતું અને કેટલાક વર્ષો પહેલા આર્સેનિક પણ મળ્યું હતું.આ અભ્યાસ વિવિધ ભારતીય સંસ્થાઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિહારના પટણામાં મહાવીર કેન્સર સંસ્થાન અને સંશોધન કેન્દ્ર, પંજાબના ફગવાડામાં આવેલી એક વ્યવસાયિક યુનિવર્સિટી, બિહારના હાજીપુરની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ અને  દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સનો સમાવેશ થાય છે. ઓકટોબર ૨૦૨૧ અને જુલાઇ ૨૦૨૪ દરમિયાન બિહારના ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાય, ખગરિયા, કટિહાર અને નાલંદા જિલ્લામાંથી રેન્ડમલી ૧૭ થી ૩૫ વર્ષની સ્તનપાન કરાવતી મહિલાઓના નમૂનાઓ એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 

બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતરો 2 - image

તપાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સના ૭૮૫૦ એલસી-આઇસીપી-એમએસ સાધનનો ઉપયોગ કરીને દૂધના નમૂનાઓમાં યુરેનિયમ ( યુ૨૩૮)ની માત્રા માપવામાં આવી હતી.યુરેનિયમ વિશ્લેષણ હાજીપુર અને વૈશાલી ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. વૈજ્ઞાાનિકોએ નોંધ્યું છે કે અભ્યાસ કરાયેલા જિલ્લાઓમાં યુરેનિયમનો સ્ત્રોત પીવાનું પાણી અથવા તો તે જ સ્થાને ઉગાડવામાં આવતા ખાધ સ્ત્રોત હોઇ શકે છે. ભારતમાં ભૂગર્ભજળમાં આર્સેનિક,સીસુ અને યુરેનિયમ જેવા હાનિકારક તત્વોની હાજરી એક ચિંતાનો વિષય છે. ભારતના બિહારમાં માતાઓ અને શિશુઓ માટે સ્તન દૂધમાં યુરેનિયમની માત્રાની શોધ સંકળાયેલા સ્વાસ્થ્યના જોખમોનું મુલ્યાંકન અહેવાલ ગત સપ્તાહ નેચર જર્નલમાં પ્રકાશિત થયો છે.