India

મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત

By GS TEAM
10 Oct 20252 mins read
TukuTouch Logo
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી તાલિબાનના વરિષ્ઠ નેતા માટે ભારતનું આ પ્રથમ ઉચ્ચ સ્તરીય સ્વાગત છે. તેઓ આઠ દિવસની ભારત મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, રાજકીયથી માંડી આર્થિક સુધીના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત

Afghanistan Foreign Minister Visits India: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી તાલિબાનના વરિષ્ઠ નેતા માટે ભારતનું આ પ્રથમ ઉચ્ચ સ્તરીય સ્વાગત છે. તેઓ આઠ દિવસની ભારત મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, રાજકીયથી માંડી આર્થિક સુધીના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આજે થયેલી ચર્ચામાં ભારતે ફરીથી કાબુલમાં એમ્બેસી ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે.

દિલ્હીમાં આજે શુક્રવારે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. ભારતે કાબુલમાં પોતાના ટેક્નિકલ મિશનને દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. 

બંને દેશો વચ્ચે આ મુદ્દે થશે કામગીરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં અફઘાન પ્રતિનિધિમંડળનું ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું. બેઠક દરમિયાન તેમણે ભારતની સુરક્ષા પ્રત્યે અફઘાનિસ્તાનની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 'આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવાનું એક પગલું છે. જે સંયુક્ત હિતો માટે નિર્ણય લેશે. આતંકવાદના તમામ રૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવાના પ્રયાસમાં સમન્વય કરવો આવશ્યક છે. બંને દેશ આ મુદ્દે એક સાથે કામ કરશે.' નોંધ લેવી કે અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાનના આતંકીઓ દ્વારા હુમલા થતા રહેતા હોય છે. ભારતે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં આતંકવાદ વિરુદ્ધ વાર્તાલાપ કર્યો હતો. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતનું વલણ એ છે કે અફઘાન લોકોએ પોતાનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ.

આ પણ વાંચોઃ BIG NEWS | નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતના ગણતરીના કલાક પહેલા ટ્રમ્પને રશિયાનું સમર્થન

અફઘાનના વિદેશ મંત્રી શું બોલ્યા?

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત સાથે મિત્રતાને ગાઢ બનાવતાં જણાવ્યું હતું કે, અમેરિકાના કબજા દરમિયાન અનેક ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. પરંતુ અફઘાનિસ્તાને ક્યારેય પણ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું નથી. અમે હંમેશા ભારત સાથે સારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ. અફઘાનિસ્તાન કોઈપણ સૈન્ય બળને પોતાના જમીનનો ઉપયોગ બીજા દેશોની વિરુદ્ધ ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. 

ભારતની મદદ બદલ આભાર માન્યો

મુત્તાકીએ છેલ્લા ચાર વર્ષમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ દરમિયાન સર્જાયેલી તબાહીમાંથી બહાર આવવા માટે ભારતે કરેલી મદદનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ મદદ દર્શાવે છે કે, કપરાં સમયમાં ભારત અફઘાનિસ્તાનની સાથે ઊભું છે. અફઘાનિસ્તાન ભારતને એક ગાઢ મિત્ર ગણે છે. બંને દેશો વચ્ચેની સમજદારીને ધ્યાનમાં લેતાં હવે ક્ષમતાઓ અને તકોનો લાભ ઉઠાવવાની જરૂર છે. બંને દેશો વચ્ચે વ્યવહારિક સહયોગ પણ ગાઢ બનાવવા પર ભાર મૂકાયો છે.