Get The App

અફઘાન... .

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
અફઘાન...                                             . 1 - image

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારતની મુલાકાતથી ધૂંધવાયેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનનાં પાટનગર કાબુલ તથા પક્તિઆ કરેલી અકારણ અને અચાનક એરસ્ટ્રાઇક્સનો વળતો જવાબ આપતાં અફઘાન દળોએ વળતા હુમલા કરતાં ૫૮ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાં છે. આ ઉપરાંત અફઘાન સૈનિકોને પાકિસ્તાનની સરહદમાં ઘૂસી તેની ૩ ચોકીઓ ઉડાવી દીધી છે અને તેમાં રહેલો તમામ શસ્ત્ર સરંજામ હસ્તગત કર્યો છે.

આ માહિતી આપતાં હેલ્મનદ પ્રાંતની સરકારના પ્રવક્તા મવાલવી મોહમ્મદ કાસીમ રિયાઝે કહ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન સીમા પરની ડુરાંડ લાઈનથી ઉપરનાં બહેરામપુર જિલ્લામાં તો ખૂનખાર યુદ્ધ થયું હતું. પાકિસ્તાને અકારણ અને કોઈપણ ઉશ્કેરણી વિના કરેલી એરસ્ટ્રાઇક્સના વળતા જવાબ રૂપે અમે પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદે રહેલા હેલ્મનદ, કંદહાર, ઝાબુલ, પક્તિકા, પક્તિઓ, ખોસ્ત, નંધાર અને કુનાર જિલ્લાઓમાં વળતા પ્રહારો કર્યા હતા.

ગુરૂવારે કાબુલ શહેર અને પાસેના જિલ્લા વિસ્તારો પર તથા દક્ષિણ પૂર્વ પક્તિકા જિલ્લામાં પાકિસ્તાને મિસાઇલ હુમલા કર્યા હતા. પાકિસ્તાનનાં આ કૃત્યને અફઘાન સંરક્ષણ મંત્રાલયે અફઘાનિસ્તાનનાં સાર્વભૌમત્વ પરના હુમલા સમાન કહ્યું હતું.

અફઘાન સૈન્યે એક નિવેદનમાં કહ્યું હતું કે અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં દળો વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઇસ્લામાબાદના કોઈપણ અવિચારી પગાલંનો કટ્ટર જવાબ આપવા અફઘાનિસ્તાન તૈયાર જ છે.