India

મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ

By GS TEAM
8 Mar 20261 min read
TukuTouch Logo
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશની વિધાનસભા અને લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ અંગેનો એક વિસ્તૃત અહેવાલ જાહેર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ

ADR Report: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશની વિધાનસભા અને લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ અંગેનો એક વિસ્તૃત અહેવાલ જાહેર કર્યો છે.

1. ઉમેદવારીમાં ઉદાસીનતા: 

દેશભરમાં વર્તમાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં લડનારા કુલ 51,708 ઉમેદવારોમાંથી માત્ર 5095 (10 ટકા) મહિલાઓ છે.


2. પ્રતિનિધિત્વની સ્થિતિ:

દેશભરના 4,666 સાંસદો અને ધારાસભ્યોમાંથી માત્ર 464 એટલે કે 10 ટકા મહિલાઓ છે, જે રાજકારણમાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને દર્શાવે છે.


3. લોકસભા 2024: 

લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કુલ 8,360 ઉમેદવારોમાંથી 800 (9.6%) મહિલા ઉમેદવારો હતી, જ્યારે 152 (28%) બેઠકો પર એક પણ મહિલા ઉમેદવાર નહોતી. 

4. રાજ્યોની સ્થિતિ:

વિધાનસભા ચૂંટણીમાં 43,348 ઉમેદવારોમાંથી 4,295 (10%) મહિલા ઉમેદવારો હતી અને 1698 (41%) બેઠકો પર એક પણ મહિલા ઉમેદવાર નહોતી. કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં 15% થી વધુ મહિલા ઉમેદવારો નથી. દિલ્હી અને ઓડિશા (14%) સાથે અગ્રેસર છે.

5. ગુજરાતનું ચિત્ર:

ગુજરાતમાંથી હાલમાં 4 મહિલા સાંસદ લોકસભામાં છે અને વિધાનસભામાં 14 મહિલા ધારાસભ્યો છે. ભાવનગરના નિમુબેન બાંભાણિયા (BJP) 69.70% વોટ શેર સાથે સૌથી મોટી જીત મેળવનારા મહિલાઓમાં સામેલ છે. 

6. ગુનાહિત ઇતિહાસ: 

ભારતમાં કુલ 476 મહિલા સાંસદો/ધારાસભ્યોમાંથી 127 (27%) સામે ફોજદારી અને 68 (14%) સામે ગંભીર ફોજદારી કેસો નોંધાયેલા છે.


7. સંપત્તિ

476 સાંસદ/ધારાસભ્યોમાંથી 14 ( 3 ટકા ) અબજોપતિ છે. 

8. શિક્ષણ

શિક્ષણની વાત કરીએ તો 70% મહિલા સાંસદ/ધારાસભ્ય ગ્રેજ્યુએટ કે તેથી વધુ લાયકાત ધરાવે છે.