Get The App

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 1 - image


ADR REPORT ON MP ASSETS: ઍસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા 7 જાન્યુઆરી, 2026ના રોજ જારી કરાયેલા એક વિશ્લેષણાત્મક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 2014થી 2024 સુધી સતત ચૂંટાઈને આવેલા 102 સાંસદોની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 110%નો જંગી વધારો જોવા મળ્યો છે. આ સાંસદોની 2024માં સરેરાશ સંપત્તિ ₹15.76 કરોડથી વધીને ₹33.13 કરોડ થઈ ગઈ હતી.

સંપત્તિમાં સરેરાશ ₹17.36 કરોડનો વધારો

ADR દ્વારા 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયેલા 102 સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે નીચે મુજબ છે.

2014માં આ 102 સાંસદોની સરેરાશ સંપત્તિ ₹15.76 કરોડ હતી.

2019માં તે વધીને ₹24.21 કરોડ થઈ.

2024 સુધીમાં આ આંકડો ₹33.13 કરોડ પર પહોંચી ગયો.

આમ, આ 102 સાંસદોની સરેરાશ સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં ₹17.36 કરોડનો વધારો થયો છે, જે 110%ની વૃદ્ધિ દર્શાવે છે.

સંપત્તિ વધારામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના સાંસદો મોખરે

આ રિપોર્ટમાં સૌથી વધુ સંપત્તિમાં વધારો કરનારા ટોચના 10 સાંસદોની યાદી પણ આપવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રના ભાજપના સાંસદ શ્રીમંત છત્રપતિ ઉદયનરાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલે પ્રથમ સ્થાને છે. તેમની સંપત્તિમાં 10 વર્ષમાં ₹162.51 કરોડનો જંગી વધારો થયો છે. 2014માં તેમની સંપત્તિ ₹60.60 કરોડ હતી, જે 2024માં વધીને ₹223.12 કરોડ થઈ ગઈ છે.

આ યાદીમાં બીજા ક્રમે ગુજરાતના જામનગરના ભાજપના સાંસદ પૂનમબહેન માડમ છે. તેમની સંપત્તિમાં ₹130.26 કરોડનો વધારો નોંધાયો છે. 2014માં તેમની સંપત્તિ ₹17.43 કરોડ હતી, જે 2024માં વધીને ₹147.70 કરોડ થઈ છે. ત્રીજા સ્થાને YSRCPના સાંસદ પી. વી. મિધુન રેડ્ડી છે, જેમની સંપત્તિમાં ₹124.25 કરોડનો વધારો થયો છે.

પક્ષ મુજબ સંપત્તિમાં કેટલો વધારો?

ADRના રિપોર્ટમાં પક્ષ મુજબ સાંસદોની સંપત્તિમાં થયેલા સરેરાશ વધારાનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે:

• ભાજપ (BJP): ફરીથી ચૂંટાયેલા 65 ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિમાં 108%નો વધારો થયો છે.

 કોંગ્રેસ (INC): ફરીથી ચૂંટાયેલા 8 કોંગ્રેસી સાંસદોની સરેરાશ સંપત્તિમાં 135%નો વધારો જોવા મળ્યો છે.

 તૃણમૂલ કોંગ્રેસ (AITC): 11 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 86%નો વધારો થયો છે.

 AIMIM: 1 સાંસદની સંપત્તિમાં 488%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે.

આ રિપોર્ટ મતદારોને તેમના પ્રતિનિધિઓની આર્થિક સ્થિતિ વિશે માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યો છે. તમામ માહિતી સાંસદો દ્વારા ભારતના ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામા પર આધારિત છે.

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 2 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 3 - image10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 4 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 5 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 6 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 7 - image10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 8 - image10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 9 - image10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 10 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 11 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 12 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 13 - image

10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 14 - image10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 15 - image