India

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઇકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરોપ

By GS TEAM
10 Oct 20252 mins read
TukuTouch Logo
પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. એક્ટરે કોર્ટ પાસે માગ કરી છે કે, મંજૂરી વિના મારા ફોટોનો ઉપયોગ સટ્ટાની સાઇટ્સ, બિઝનેસ સાઇટ્સ અને અન્ય ખોટા સ્થળે થઈ રહ્યો છે. એવામાં મારા પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા આપો.

Summarized by AI; it may make mistakes. Check important info

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઇકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરોપ

Sunil Shetty Bombay High court: પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. એક્ટરે કોર્ટ પાસે માગ કરી છે કે, મંજૂરી વિના મારા ફોટોનો ઉપયોગ સટ્ટાની સાઇટ્સ, બિઝનેસ સાઇટ્સ અને અન્ય ખોટા સ્થળે થઈ રહ્યો છે. એવામાં મારા પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા આપો.

સુનીલ શેટ્ટીના વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે કોર્ટમાં દલીલ કરી હતી કે, સુનીલ શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું એવું નામ ધરાવે છે. તેમની મંજૂરી વિના તેમની તસવીરો, વીડિયો અને ડીપફેક કન્ટેન્ટનો ઉપયોગ અલગ-અલગ બિઝનેસ સાઇટ્સ પર થઈ રહ્યો છે. મોટાભાગની તસવીરો અને વીડિયોનો ઉપયોગ પ્રોડક્ટના વિજ્ઞાપન અને વેચાણ વધારવા થઈ રહ્યો છે. લોકોને લાગે છે કે, શેટ્ટી આ બ્રાન્ડ સાથે જોડાયેલા છે, પરંતુ વાસ્તવમાં તેમને તે બ્રાન્ડ કે પ્રોડક્ટ સાથે કોઈ લેવાદેવા નથી. તેનાથી દર્શકો વચ્ચે એક્ટરની છબિ ખરાબ થઈ રહી છે.

ડીપફેક કન્ટેન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો આરોપ

સુનીલ શેટ્ટી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ડીપફેક ફોટોનો પણ ઉલ્લેખ કર્યો છે. અરજીમાં જણાવ્યું છે કે, હાલમાં જ સાઇટ્સ પર મારી અને મારી ભત્રીજી ઈવારાનો નકલી (ડીપફેક) ફોટો લગાવી અમારી ગુપ્તતાનું ઉલ્લંઘન કર્યું છે. ઈવારા તેમની પુત્રી અથિયાની દીકરી છે. અરજીમાં સુનીલ શેટ્ટીએ વેબસાઇઈટ્સ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. ભલે આ સાઇટને બ્લોક કરવામાં ન આવે, પરંતુ મારી ફોટો સાથેની વિગતો સાઇટ્સ પરથી દૂર કરવામાં આવે.

ટૂંકસમયમાં આપશે નિર્ણયઃ જસ્ટિસ

આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ અરિફ ડૉક્ટરની બેન્ચે ટૂંકસમયમાં ચુકાદો આપવાની જાહેરાત કરી છે. અગાઉ અન્ય ઘણા એક્ટર પણ પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે કોર્ટના દરવાજા ખટખટાવી ચૂક્યા છે. તેમાં અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, કરણ જોહર, આશા ભોંસલે જેવા સ્ટાર સામેલ છે. ઉલ્લેખનીય છે, સુનીલ શેટ્ટી વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. તદુપરાંત તેમની હંટર-2, કેસરી વીર ફિલ્મ પણ રીલિઝ થઈ ચૂકી છે. હંટર-2 એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ છે.