India

મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

By GS TEAM
8 Feb 20262 mins read
મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

- મૃતક મહિલા અને આરોપી વચ્ચે વિવાદ હતો

- રોજ બળદોને ઘરે લઈ જતો સંદીપ મર્ડર કર્યા પછી ખેતરોમાં જ બાંધી રાખતા પોલીસને શંકા ગઈ 

મંડલા (મ.પ્ર.) : મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં મર્ડરનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તેમા એક મર્ડર કેસને ઉકેલવામાં બળદો પોલીસને ઉપયોગી નીવડયા હતા. બળદોની મદદથી પોલીસ કેસ ઉકેલાયો હોય તેવો આ અનોખો કિસ્સો છે. 

મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં એક વૃદ્ધ મહિલાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. પોલીસ માટે આ મર્ડરની મિસ્ટ્રી ઉકેલવા માટે કોઈ હાઈટેક ક્લુ નહી, પરંતુ ખેતરમાં બંધ રહેલા બે બળદ બહુ મોટો પુરાવો સાબિત થયા. 

આ કેસમાં પોલીસે વૃદ્ધાની હત્યાના કેસમાં પડોશી સંદીપ ભલાવીની ધરપકડ કરી છે.

પોલીસ વડા રજિત સકલેચાએ ગુરુવારે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ૧૮મી જાન્યુઆરીના રોજ મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંજારટોલામાં ખુશીપાર સ્થિત એક ખાણના પાણી ભરેલા ખાડામાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તેની ઓળખ પછી ખોહરી ગામની રહેવાસી હરોતીબેનના સ્વરૂપમાં થઈ. 

પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે મહિલાનું મર્ડર કરવામાં આવ્યું છે. મૃતદેહને છૂપાવવાનો પ્રયત્નો કરવામાં આવી હતી, પરંતુ નિષ્ફળતા મળી હતી તેના લીધે હત્યાની સંભાવના પ્રબળ બની ગઈ હતી.

તપાસ દરમિયાન પોલીસનું ધ્યાન એક અલગ જ વાત પર પડયું. એક ખેતરમાં બળદો સળંગ બે દિવસથી બાંધેલા હતા. ગામવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે આ બળદનો માલિક તેમને રોજ સાંજે ઘર લઈ જતો હતો, પરંતુ મર્ડરની ઘટના પછી તે દેખાતો નથી. તેના પગલે પોલીસને બળદના માલિક સંદીપ ભેલાવી પર શક ગયો. તપાસમાં ખબર પડી કે મૃતક મહિલા અને આરોપી વચ્ચે જમીન અને પાકને લઈ વિવાદ હતો. 

બળદો દ્વારા પાકને નુકસાનને લઈને બંને વચ્ચે પહેલા પણ વિવાદ થયો હતો.

 આ ઘટના પહેલા પણ બંને વચ્ચે વિવાદ હોવાનું ગ્રામીણોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસને કેટલાક લોકોએ જણાવ્યું કે તેઓએ સંદીપને મૃતક મહિલાને બાઇક પર લઈ જતાં પણ જોયો હતો. આ જાણકારીઓએ પોલીસનો શક વિશ્વાસમાં પરિવર્તીત કર્યો. પોલીસે સંદીપ ભલાવીની દરપકડ કરી અને આકરી પૂછપરછમાં તેણે ગુનો સ્વીકારી લીધો.