Get The App

મુંબઈ-ગોવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કાર નદીમાં ખાબકી, 5ના મોત

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈ-ગોવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કાર નદીમાં ખાબકી, 5ના મોત 1 - image


Mumbai Goa Car Accident : મુંબઈથી ગોવા જતા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પૂરપાટ ગતિએ દોડતી એક કાર જગબુડી નદીમાં ખાબકી ગઈ હતી જેના પગલે કારમાં સવાર પાંચ સભ્યોના કરુણ મોત નીપજ્યાં હતા. 



માહિતી અનુસાર ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો પરંતુ તેને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ લોકો મુંબઈથી દેવરુખ જઈ રહ્યા હતા. કાર અકસ્માતના ભયાનક દૃશ્યો પણ સામે આવ્યા છે. ક્રેઈનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. 






Tags :