મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
Akasa Airlines Accident At Mumbai Airport : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. અહીં રન-વે પર ઉભેલી અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રકની ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ એરલાઈન્સે કહ્યું કે, ‘ગ્રાઉન્ડ પર અકાસા એરલાઈન્સનું વિમાન ઉભુ હતું, આ દરમિયાન થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલરનું કાર્ગો ટ્રક તેની સાથે અથડાયું છે. દુર્ઘટના બાદ વિમાનની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના અંગે અકાસા એરલાઈન્સનું નિવેદન
અકાસા એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થર્ડ પાર્ટી દ્વારા ચલાવાતી કાર્ગો શીપ વિમાન સાથે અથડાયું છે. હાલ વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. અમે થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલર સાથે ઘટનાની તપાસ કરી રહ્યા છે.’