Get The App

દિગ્ગજ ધારાસભ્યનું પત્તું કપાતાં બળવો! ચૂંટણી પહેલાં સામૂહિક રાજીનામા પડતાં AAP મુશ્કેલીમાં

Updated: Dec 8th, 2024

GS TEAM


Google News
Google News
દિગ્ગજ ધારાસભ્યનું પત્તું કપાતાં બળવો! ચૂંટણી પહેલાં સામૂહિક રાજીનામા પડતાં AAP મુશ્કેલીમાં 1 - image

 

Delhi AAP News | દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) મોટા પાયે ધારાસભ્યોની ટિકિટો રદ્દ કરવા જઈ રહી છે. તિમારપુરથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિલીપ પાંડેની ટિકિટ પણ કાપવામાં આવી છે. દિલીપ પાંડેએ ભલે પાર્ટીમાં વધુ કામ કરવા માટે સંમતિ દર્શાવી હોય પરંતુ તેમના સમર્થકોએ બળવાની શરૂઆત કરી દીધી છે. 

દિગ્ગજ ધારાસભ્યનું પત્તું કપાતાં બળવો! ચૂંટણી પહેલાં સામૂહિક રાજીનામા પડતાં AAP મુશ્કેલીમાં 2 - image

આગામી ઉમેદવાર માટે કામ ન કરવાની જાહેરાત 

તિમારપુરમાં AAPની સમગ્ર વિંગે એક સાથે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપવું અને નવા સંભવિત ઉમેદવાર માટે કામ ન કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. એક વીડિયોમાં એક મહિલા કર્મચારી પણ રડતી જોવા મળી રહી છે.

દિગ્ગજ ધારાસભ્યનું પત્તું કપાતાં બળવો! ચૂંટણી પહેલાં સામૂહિક રાજીનામા પડતાં AAP મુશ્કેલીમાં 3 - image

વીડિયો વાયરલ થયો 

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ ડઝનથી વધુ લોકો કથિત રીતે હાથમાં રાજીનામું લઈને એકસાથે ઊભા છે અને તેઓ પાર્ટીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ એમ પણ કહી રહ્યા છે કે તેઓ તેમનું સભ્યપદ નથી છોડી રહ્યા, પરંતુ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે. 

પાર્ટીને કાર્યકરોનો કડક મેસેજ 

વીડિયોમાં તે કહી રહ્યા છે કે, ' અમે આમ આદમી પાર્ટી, તિમારપુર વિધાનસભાના કાર્યકરો, અમે બધા અમારી પાર્ટીના સભ્યપદથી નહીં પણ અમારા પદ પરથી રાજીનામું આપીએ છીએ. પક્ષ દ્વારા જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે તેની સામે અમે ત્રણ ચૂંટણી લડી ચૂક્યા છીએ. હવે તેની સાથે અમે ચૂંટણી નહીં લડી શકીએ. દિલીપ પાંડેની ટિકિટ કેમ કાપવામાં આવી તેનું કારણ પણ પાર્ટીએ જણાવવું જોઈએ. જ્યાં સુધી આ નક્કી નહીં થાય ત્યાં સુધી અમારામાંથી કોઈ કામ નહીં કરે. દિગ્ગજ ધારાસભ્યનું પત્તું કપાતાં બળવો! ચૂંટણી પહેલાં સામૂહિક રાજીનામા પડતાં AAP મુશ્કેલીમાં 4 - image



Tags :