FOLLOW US

AAP નેતા અને પ્રખ્યાત કોમેડિયન ખ્યાલી સહારણ પર રેપનો આરોપ, FIR દાખલ

Updated: Mar 18th, 2023


- ફિલ્મો અને કોમેડી શોમાં કામ અપાવવાના બહાને રેપ કર્યાની ફરિયાદ 

નવી દિલ્હી, તા. 18 માર્ચ 2023, શનિવાર

'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં પોતાના અભિનયથી બધાને હસાવનાર પ્રખ્યાત કોમેડિયન ખ્યાલી સહારણ હાલમાં ચર્ચામાં છે. તેના પર 25 વર્ષની એક યુવતીએ જયપુરની એક હોટલમાં રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે કોમેડિયન ખ્યાલી સહારણ વિરુદ્ધ FIR નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કોમેડિયન ખ્યાલી સહારણ વિરુદ્ધ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. રાજસ્થાનમાં રહેતા AAP નેતા અને પ્રખ્યાત કોમેડિયન ખ્યાલી સહારણ પર એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો છે. આ અંગે પીડિતાએ માનસરોવર પોલીસ સ્ટેશનમાં AAP નેતા સામે ફિલ્મો અને કોમેડી શોમાં કામ અપાવવાના બહાને રેપ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

હનુમાનગઢની રહેવાસી 28 વર્ષીય પીડિતાએ રિપોર્ટમાં કહ્યું કે, જયપુરના તેના એક મિત્રએ કહ્યું કે, કોમેડિયને તેને મળવા માટે હોટેલમાં બોલાવ્યો હતો અને તમારે પણ સાથે આવવું જોઈએ. મિત્રે કહ્યું કે કોમેડિયનને કોમેડી શો માટે રાજસ્થાની બોલતી છોકરીઓની જરૂર છે, તેથી તે તમને નોકરી પણ આપી શકે છે.

રિપોર્ટ પ્રમાણે ત્યારબાદ પીડિતા તેના મિત્ર સાથે 11 માર્ચની રાત્રે માનસરોવરની હોટેલ ક્રિષ્ના પ્રાઈડ હોટેલ પહોંચી હતી. ત્યારબાદ ખ્યાલી પીડિતાને મળ્યો અને કહ્યું કે, કોમેડી શો સિવાય તે તેને અભિનેતા વિકી કૌશલની ફિલ્મ 'રોલા'માં પણ કામ અપાવશે. આમ કહીને તેણે યુવતીને બળજબરીથી બીયર પીવડાવ્યુ અને તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યા. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો, તો તે એક વખત માની ગયો પરંતુ બાદમાં તેની મિત્ર રૂમની બહાર ગઈ પછી તેણે ગેટ બંધ કરી દીધો અને તેની સાથે રેપ કર્યો હતો. 

Gujarat
IPL-2023
Magazines