Get The App

દિલ્હીમાં હાર બાદ AAPને ભાજપ શાસિત રાજ્યમાંથી ગુડ ન્યૂઝ મળી, સ્થાનિક એકમની ચૂંટણીમાં ખાતું ખુલ્યું

Updated: Feb 15th, 2025


Google News
Google News
દિલ્હીમાં હાર બાદ AAPને ભાજપ શાસિત રાજ્યમાંથી ગુડ ન્યૂઝ મળી, સ્થાનિક એકમની ચૂંટણીમાં ખાતું ખુલ્યું 1 - image


AAP Win In Chhattisgarh: દિલ્હીમાં સત્તા ગુમાવનાર આમ આદમી પાર્ટી(AAP)ને છત્તીસગઢથી ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. ભાજપ શાસિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક એકમની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે. બિલાસપુરમાં આપે એક નગરપાલિકાની બેઠક જીતી છે. બોદરી નગરપાલિકા પ્રમુખ પદ માટે આપ ઉમેદવાર નીલમ વિજય વર્માએ જીત મેળવી છે. આ ઉપરાંત કેટલાક કાઉન્સિલરો પણ જીત્યા છે.

બોદરી નગરપાલિકામાં ત્રણ કાઉન્સિલરો જીત્યા

અહેવાલો અનુસાર, બોદરી બિલાસપુરની સૌથી મોટી નગરપાલિકાની બેઠક છે. જે વિધાનસભા અધ્યક્ષ ધર્મરાજ કૌશિકના વિસ્તારમાં છે. અહીં આપ ઉમેદવાર વિજય વર્માએ ભાજપના ઉમેદવારને હરાવ્યા. બોદરી નગરપાલિકામાં ત્રણ કાઉન્સિલરો જીત્યા છે અને કુસ્મીના એક વોર્ડમાં આપનો વિજય થયો છે. AAPનો વિજય એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે પાર્ટી બીજા રાજ્યમાં પ્રવેશી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં 50 કરોડની પવિત્ર ડૂબકી બાદ વધુ એક રેકોર્ડ, પ્રયાગરાજ એરપોર્ટ પર 650થી વધુ ચાર્ટર્ડ વિમાન લેન્ડ

અગાઉ મધ્ય પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીને નાગરિક ચૂંટણીમાં સફળતા મળી હતી. સિંગરૌલીમાં આપે મેયર પદ જીત્યું હતું. જે પાર્ટીએ 10 વર્ષ પછી દિલ્હીમાં બહુમતી ગુમાવી દીધી હતી, તેની પંજાબમાં પૂર્ણ બહુમતી સરકાર છે. આ ઉપરાંત ગુજરાત, ગોવા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં તેના ધારાસભ્યો છે. દિલ્હીમાં હાર બાદ પાર્ટીના ભવિષ્ય અંગે ઘણાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે આપે છત્તીસગઢમાં પોતાનું ખાતું ખોલ્યું છે.

ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું

છત્તીસગઢમાં સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપે તમામ 10 મ્યુનિસિપલ કૉર્પોરેશનો જીતી લીધા છે. મોટાભાગની મ્યુનિસિપલ કાઉન્સિલોમાં પણ ભાજપની જીત થઈ છે. કેટલાક કિસ્સાઓમાં, અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે.

દિલ્હીમાં હાર બાદ AAPને ભાજપ શાસિત રાજ્યમાંથી ગુડ ન્યૂઝ મળી, સ્થાનિક એકમની ચૂંટણીમાં ખાતું ખુલ્યું 2 - image

Tags :