Get The App

આમ આદમી પાર્ટીએ સંજય સિંહને આપી મોટી જવાબદારી, રાજ્યસભામાં AAP સંસદીય દળના અધ્યક્ષ બનાવાયા

Updated: Jul 5th, 2024

GS TEAM

Google News
Google News
આમ આદમી પાર્ટીએ સંજય સિંહને આપી મોટી જવાબદારી, રાજ્યસભામાં AAP સંસદીય દળના અધ્યક્ષ બનાવાયા 1 - image


Image Source: Twitter

AAP Parliamentary Board: આમ આદમી પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહને રાજ્યસભામાં AAP સંસદીય દળના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલ થયા બાદ સંજય સિંહ પર પાર્ટીની જવાબદારી પણ છે. સંજય સિંહ પાર્ટીના મુદ્દા પર અવાજ ઉઠાવતા રહે છે.

સંસદીય દળના અધ્યક્ષની જવાબદારી

સંસદીય દળના અધ્યક્ષની પ્રાથમિક જવાબદારીઓમાંથી એક સાંસદોની ટીમનું નેતૃત્વ અને સંચાલન કરવાનું હોય છે જેમાં પાર્ટી નેતૃત્વ અને ધારાસભ્યો વચ્ચે કોમ્યુનિકેશનને સુવિધાજનક બનાવવાનું હોય છે. જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે, પાર્ટીના ઉદ્દેશ્યો અને વ્યૂહરચના અંગે બધા એકમત થાય. સંસદીય દળના અધ્યક્ષ પાર્ટી અને અન્ય રાજકીય દળો, સરકારી અધિકારીઓ અને સંસદીય સમિતિઓ વચ્ચે સંપર્ક સૂત્રના રૂપમાં પણ કામ કરે છે. 

2018માં પ્રથમ વખત બન્યા હતા સાંસદ

સંજય સિંહ પ્રથમ વખત 2018માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને આ વર્ષે તેઓ ફરીથી ચૂંટાયા. તેઓ 2012માં આમ આદમી પાર્ટીની રચના પછી તરત જ તેમાં સામેલ થઈ ગયા હતા અને ટૂંક સમયમાં જ પાર્ટીમાં ટોપની પોઝિશન પર પહોંચી ગયા. હવે તેઓ પાર્ટીના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. રાજ્યસભાના સદસ્ય તરીકે સંજય સિંહે AAPના એજન્ડાને આગળ ધપાવવા માટે અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરવામાં અને વાટાઘાટો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Tags :