India

આધાર કાર્ડને લઈને કોઈપણ સમસ્યા હોય તો ઘરબેઠા જ આ નંબર પર કરો કોલ, આવી જશે ઉકેલ!

By GS TEAM
15 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતમાં રહેતા લોકો પાસે વિવિધ પ્રકારના દસ્તાવેજો હોવા જરૂરી છે. કારણ કે, આ ડોક્યુમેન્ટ વગર તેમના ઘણા કામમાં અટકી પડે છે. આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આધાર કાર્ડને લઈને કોઈપણ સમસ્યા હોય તો ઘરબેઠા જ આ નંબર પર કરો કોલ, આવી જશે ઉકેલ!

Aadhaar Helpline Number: ભારતમાં રહેતા લોકો પાસે વિવિધ પ્રકારના દસ્તાવેજો હોવા જરૂરી છે. કારણ કે, આ ડૉક્યુમેન્ટ વગર તેમના ઘણા કામમાં અટકી પડે છે. આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ

એક માહિતી પ્રમાણે દેશની આશરે 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. સ્કૂલ કે કૉલેજમાં એડમિશનથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા આ દસ્તાવેજો જરૂરી છે. આ જ કારણ છે કે, આધાર સંબંધિત કોઈપણ સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવું મહત્ત્વપૂર્ણ છે.

કેટલીકવાર આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને એડ્રેસ જેવી માહિતી ખોટી હોય છે. આવા કિસ્સાઓમાં લોકો તેમને કેવી રીતે સુધારવું તે અંગે અચોક્કસ હોય છે. ક્યારેક, લોકોને તેમના આધારમાં તેમનો મોબાઇલ નંબર બદલવાની જરૂર પડે છે. પરંતુ તેઓ પદ્ધતિ જાણતા નથી.

તમને જણાવી દઈએ કે, આધાર સંબંધિત કોઈપણ માહિતી અથવા ફરિયાદ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા ઘરેથી એક જ નંબર પર કૉલ કરી શકો છો અને તમારી સમસ્યાની જાણ કરી શકો છો. UIDAI એ આ માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.

આધાર સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા માટે તમે UIDAI હેલ્પલાઇન નંબર 1947 પર કૉલ કરી શકો છો. આ UIDAI હેલ્પલાઇન નંબર 24 કલાક ઉપલબ્ધ છે અને તમામ પ્રકારની માહિતી, ફરિયાદો અને અપડેટ્સ માટે સહાય પૂરી પાડે છે.

આ પણ વાંચો: પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે...', સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

જો તમારી સમસ્યાનું ઓનલાઇન ઉકેલ ન આવે તો, તમે help@uidai.gov.in પર ઈમેઇલ દ્વારા તમારી ફરિયાદ મોકલી શકો છો. અથવા તમે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. ત્યાના કર્મચારી તમારા દસ્તાવેજો ચેક કરીને અપડેટ અથવા સુધારામાં મદદ કરશે. જેથી તમને મળતી સુવિધામાં કોઈ પ્રોબલેમ ન આવે. 

આ ઉપરાંત, તમે આધાર કેન્દ્ર માટે ઓનલાઇન અપોઇન્ટમેન્ટ પણ લઈ શકો છો. https://appointments.uidai.gov.in/bookappointment.aspx પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તમારો સ્લોટ બુક કરો.