શિમલામાં નાગ મંદિરમાં લાગી ભીષણ આગ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ત્રણ માળનું નવનિર્મિત ભવન સળગી ઉઠ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shimla Jahru Nag Temple : હિમાચલ પ્રદેશના શિમલાના રામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું જાહરુ નાગ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ આજે રવિવારે (12 ઓક્ટોબર) મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગ વિકરાળ બનતા મંદિરના ત્રણેય માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગને કારણે નવનિર્મિત ભવ્ય મંદિર આખુ આગની લપેટમાં આવી ગયુ હતુ. અચાનક લાગેલી આગથી ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો હતો. આગ લાગી હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
જાહરુ નાગ મંદિરમાં આગની ઘટના
રામપુરના શનૈરી ગામમાં આવેલું જાહરુ નાગ મંદિર 2.5 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ આ મંદિરના ત્રણ માળનું નિર્માણ કરાયું હતું. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે સરકારે આશરે 60 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીનું ફંડ સ્થાનિક રહેવાસીઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. મંદિર પૂર્ણ થયા પછી સ્થાનિકોએ તેના ઉદ્ઘાટનની તૈયારીમાં વ્યસ્ત હતા. તેવામાં રવિવારે રાત્રે અચાનક આગ લાગી હતી અને જેથી આગમાં આખું મંદિર લપેટમાં આવી ગયું હતું.
આગના લાગવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ અનેક ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, આગમાં મંદિરમાં લાકડાના સામાન અને અન્ય ધાર્મિક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.








