For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM મોદીના માતાના નિધન પર ધોરણ-2ના બાળકે લખેલો પત્ર વાયરલ: વડાપ્રધાને પણ આપ્યો જવાબ

Updated: Feb 20th, 2023

Article Content Image

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2023 સોમવાર

બેંગલુરુના ધોરણ 2 ના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, જેમાં તેણે પીએમ મોદીની માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો હવે પીએમ મોદીએ નાના બાળકના પત્રનો જવાબ આપ્યો છે અને દિલને સ્પર્શી લે તેવો જવાબ વાયરલ થઈ રહ્યો છે. આરુષ શ્રીવત્સે વડાપ્રધાન મોદીને લખેલા પોતાના પત્રમાં તેમને વિનંતી કરી કે તેઓ તેમની માતાના મૃત્યુ પર તેની ગાઢ સંવદેનાનો સ્વીકાર કરે. તેણે જણાવ્યુ કે આ સમાચાર સાંભળીને તેને કેવુ લાગ્યુ.

ધોરણ બે માં ભણતા વિદ્યાર્થીએ લખ્યો પત્ર

બીજા ધોરણમાં ભણતા નાના બાળકે પોતાના પત્રમાં લખ્યુ, મને ટીવી પર એ જોઈને ખૂબ દુ:ખ થયુ કે તમારી વ્હાલી માતા હીરા બેન, જેમની ઉંમર 100 વર્ષ હતી તેમનું નિધન થઈ ગયુ. કૃપા કરીને મારી હાર્દિક સંવેદનાનો સ્વીકાર કરો. હુ તેમની આત્મા માટે સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં સ્થાન મળવાની પ્રાર્થના કરુ છુ. ઓમ શાંતિ''. પીએમ મોદીએ આરુષ શ્રીવત્સનો તેની કરુણા માટે આભાર માન્યો અને કહ્યુ કે આ પ્રકારના દયાળુ કાર્ય તેમને પોતાની માતાથી દૂર થવાના દુ:ખ સામે શક્તિ આપે છે.

પીએમ મોદીએ પણ જવાબમાં લખી આ વાત

પત્રનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યુ, મારી માતાના નિધન પર તમારી સંવેદના માટે આભાર. માતાનું નિધન થવુ એક અપૂરણીય ક્ષતિ હોય છે અને તેનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. મને તમારા વિચારો અને પ્રાર્થનાઓમાં સામેલ કરવા માટે હુ તમારો આભાર માનુ છુ. તમારી આ પ્રાર્થના મને આ દુ:ખને સહન કરવાની શક્તિ અને સાહસ આપે છે.

બંને પત્રોને ભાજપના નેતા ખુશ્બુ સુંદરે સોશિયલ મીડિયા પર શેર કર્યા. તસવીર સાથે કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યુ, આ એક સાચા સ્ટેટસમેનની ખૂબી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ધોરણ 2 ના વિદ્યાર્થીના શોક પત્રનો જવાબ આપે છે. આ જીવન બદલનારો સંકેત છે જે આ યુવાનના જીવનને સાચી દિશામાં લઈ જશે. 

Gujarat