Get The App

છત્તીસગઢના રાયપુરમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12થી વધુ ઈજાગ્રસ્ત

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
છત્તીસગઢના રાયપુરમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Chhattisgarh Accident News |  છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભીષણ અકસ્માત સર્જાયો. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક રવિવારે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર થઇ ગઇ હતી જેમાં 13 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં. 



છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપી પાછા આવી રહ્યા હતા અને સર્જાયો અકસ્માત 

આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 9 મહિલા, 2 બાળકી અને એક કિશોર તથા એક 6 મહિનાનો નવજાતનો સમાવેશ થાય છે. ટ્રેલરમાં જતા લોકો નવજાત શિશુના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતકો છત્તીસગઢના ચટૌદ ગામના વતની પુનીત સાહૂના સંબંધીઓ હતા.   



Tags :