Get The App

ઉત્તર પ્રદેશના એક ખેડૂતે કરી રોમેનેસ્કો બ્રોકોલીની ખેતી, વિદેશથી મંગાવ્યા બીજ

Updated: Mar 18th, 2023

GS TEAM

Google News
Google News
ઉત્તર પ્રદેશના એક ખેડૂતે કરી રોમેનેસ્કો બ્રોકોલીની ખેતી, વિદેશથી મંગાવ્યા બીજ 1 - image


લખનૌ, તા. 18 માર્ચ 2023 શનિવાર

શેરડી, ઘઉં સહિત શાકભાજીની ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતોનું વલણ વધી રહ્યુ છે. ખેડૂતો નવા પ્રયોગ કરવામાં ઉત્સાહી રહે છે. ઈટલીમાં ઉગતા બ્રોકલી એટલે કે વિદેશી કોબીજની પણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે.  

સહારનપુરના મેરવાની ગામના એક ખેડૂત 4 વર્ષથી ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજી ઉગાડી રહ્યા છે. તેમણે રોમેનેસ્કો બ્રોકલીના બીજ મંગાવીને પોલી હાઉસમાં ઉગાડ્યા અને આ પ્રયોગ સફળ રહ્યો છે. હવે તેઓ તેને પોલી હાઉસમાંથી બહાર કાઢીને સામાન્ય પદ્ધતિથી પણ ઉગાડવાનો પ્રયોગ કરશે.

ઉત્તર પ્રદેશના એક ખેડૂતે કરી રોમેનેસ્કો બ્રોકોલીની ખેતી, વિદેશથી મંગાવ્યા બીજ 2 - image

ખેડૂતે જણાવ્યુ કે જ્યારે તેમણે શેરડી, ઘઉં, સરસવ, ચોખા અને શાકભાજીના પાકમાં જંતુનાશકનો વધુ પડતો ઉપયોગ થતો જોયો તો તેમણે ઓર્ગેનિક ખેતી કરવાનો નિર્ણય લીધો. તેમણે જણાવ્યુ કે જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી પાકનું ઉત્પાદન તો વધે છે પરંતુ ગુણવત્તાને અસર થાય છે. આની સીધી અસર આરોગ્ય પર થાય છે. જેના કારણે કેન્સર અને સંક્રમક રોગનું જોખમ વધે છે. તેઓ ઓર્ગેનિક રીતે ટામેટા, કોબીજ, ગાજર, મૂળા, ડુંગળી, ધાણા વગેરે ઉગાડી રહ્યા છે. તેમનો દાવો છે કે આ ટેકનિકથી તૈયાર થતા શાકભાજી અને અન્ય પાકની આરોગ્ય પર ખરાબ અસર પડતી નથી. તેમણે જણાવ્યુ કે બજારમાં તેમનો પાક ફટાફટ વેચાઈ જાય છે. હવે તેઓ ઓર્ગેનિક રોમેનેસ્કો બ્રોકોલીની ખેતી તરફ આગળ વધ્યા છે.

Tags :