Get The App

બાળકીના પેટમાંથી 210 સેમી લાંબો હેરબોલ નિકળ્યો

Updated: Jun 1st, 2025

GS TEAM

Google News
Google News
બાળકીના પેટમાંથી 210 સેમી લાંબો હેરબોલ નિકળ્યો 1 - image

- જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સફળ ઓપરેશન

- શરીરમાંથી આટલો લાંબો હેરબોલ કોઇએ નથી કાઢ્યો, રેકોર્ડ સ્થપાયો હોવાનો ડોક્ટરોનો દાવો 

જયપુર : રાજસ્થાનના જયપુરમાં એસએમએસ હોસ્પિટલના ડોક્ટરોએ એક અભૂતપૂર્વ સર્જરી કરી હતી અને ૧૪ વર્ષની બાળકીના પેટમાંથી ૨૧૦ સેમી લાંબા હેરબોલ (વાળના ગોળા)ને બહાર કાઢ્યો હતો. અત્યાર સુધી આટલા લાંબા હેરબોલને કોઇના શરીરમાંથી બહાર ના કઢાયો હોવાના અહેવાલો છે. આ પહેલા ડોક્ટરોએ ૧૮૦ સેમી લાંબા હેરબોલને કાઢ્યો હતો.

આ બાળકી આગ્રાની રહેવાસી છે અને ૧૦માં ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા એક મહિનાથી તેને સતત પેટમાં દુખાવો રહેતો હતો. જેને કારણે તેને ઉલટી પણ આવતી હતી. બાદમાં પરિવાર તેને જયપુરની મોટી હોસ્પિટલમાં લાવ્યો હતો, ડોક્ટરોએ તપાસ કરતા શરૂઆતમાં પેટના ઉપરના ભાગે ગાંઠ જેવુ સામે આવ્યું હતું. સીઇસીટી સ્કેન પરથી જાણવા મળ્યું કે તેનું પેટ કોઇ અજાણી વસ્તુથી ભરેલુ છે. જે બાદ ડોક્ટરોએ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. 

ગૈસ્ટ્રોટોમી દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે પેટમાંથી થઇને એરબોલ નાના આંતરડા સુધી પહોંચી ગયો છે. અંતે ઓપરેશન કરીને આ એરબોલ બહાર કઢાયો હતો. બાદમાં બાળકીને ડોક્ટરોએ પૂછ્યું તો તેણે કહ્યું હતું કે મને બાળપણથી જ માટી, લાકડાના ટુકડા, દોરા, ચોક વગેરે વસ્તુઓ ખાવાની ટેવ પડી ગઇ હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ ટેવને પીઆઇસીએ નામની માનસિક બીમારી સાથે જોડાયેલી છે. જેમાં વ્યક્તિ ન ખાવાનો પદાર્થ ખાવા લાગે છે. આ સર્જરીને વિશ્વની સૌથી લાંબી ટ્રાઇકોબેજોર સર્જરી તરીકે રેકોર્ડમાં સ્થાન પામી શકે છે.