India

'દૂર રહો...' બૂમો પાડતી રહી બાઇક પર જતી મહિલા છતાં નશેડી કારચાલકોએ મારી ટક્કર, જુઓ VIDEO

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર બાઇકર સિયા સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. રવિવારે સ્પોર્ટ્સ બાઇક પર જતી સિયાને એક કારચાલકે દાદાગીરી કરી ટક્કર મારી ફરાર થયો હતો. સિયાએ જણાવ્યું કે, કારચાલક નશામાં હતો અને બાઇક રોકવા દબાણ કરતો હતો. ટક્કરથી સિયા રોડ પર પડી અને બાઇકને નુકસાન થયું. ઘટનાનો વીડિયો વાયરલ થતા, ગુરુગ્રામ પોલીસે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'દૂર રહો...' બૂમો પાડતી રહી બાઇક પર જતી મહિલા છતાં નશેડી કારચાલકોએ મારી ટક્કર, જુઓ VIDEO

Gurugram Women Biker Sia Hit and Run: ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર 'rebelwheels_sia_' નામથી જાણીતી મહિલા બાઇકર સિયાએ આરોપ લગાવ્યો છે કે, રવિવારે જ્યારે તે પોતાના બાઇકિંગ ગ્રુપ સાથે પોતાની સ્પોર્ટ્સ બાઇક 'અપ્રિલિયા RS 457' પર જઈ રહી હતી, ત્યારે એક કારચાલકે તેની સાથે દાદાગીરી કરી હતી અને તેની બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.

બાઇક રોકવા માટે દબાણ કર્યું અને પીછો કર્યો

સિયાએ જણાવ્યું કે, ‘કારમાં બેઠેલા લોકો રાઇડની શરૂઆતથી જ મારી પાછળ પડ્યા હતા. થોડી વાર પછી તેઓ કારને મારી  બાઇક નજીક લાવ્યા અને દાદાગીરી કરવા લાગ્યા. મેં તેમને દૂર રહેવા કહ્યું, પણ તેઓ બાઇક રોકવા માટે દબાણ કરવા લાગ્યા. મને લાગ્યું કે તે લોકો નશામાં હતા. તેથી મેં બાઇક આગળ ચલાવવાનું ચાલુ રાખ્યું જેથી કાર મારો રસ્તો ન રોકી શકે. આ દરમિયાન મારી પાછળ આવી રહેલા દોસ્તે પણ કારને મારી નજીક આવતા રોકવા પ્રયાસ કર્યો હતો.’

ટક્કર મારીને કારચાલક નાસી છૂટ્યો

પીછો કરતા કરતા કારચાલકે સિયાની મોટરસાઇકલની બિલકુલ સામે આવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર તેની બાઇક સાથે જોરથી અથડાઈ હતી અને ચાલક કાર લઈને ભાગી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે સિયા રસ્તા પર પડી ગઈ હતી અને તેની બાઇક થોડા મીટર સુધી ઘસાતી ગઈ હતી. આ સમગ્ર ઘટના સિયાની બાઇક પર લાગેલા ઍક્શન કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

ટ્રાફિક સિગ્નલ પર દોસ્તે રોકવાનો પ્રયાસ કર્યો

ઘટના બાદ સિયાના એક દોસ્તે કારનો પીછો કર્યો હતો અને આગળ એક ટ્રાફિક સિગ્નલ પર તેને રોકી હતી. જ્યારે દોસ્તે કારચાલકને તેની ભૂલ વિશે વાત કરી, ત્યારે ડ્રાઇવરે પોતાની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યાંથી ગાડી ભગાડી મૂકી હતી.

ગુરુગ્રામ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ

સિયાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શૅર કરીને ગુરુગ્રામ પોલીસને અપીલ કરી છે કે રસ્તા પર અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનારા આવા નફ્ફટ કારચાલકો સામે કડક પગલાં લેવામાં આવે. તેણે વીડિયોમાં કારનો રજિસ્ટ્રેશન નંબર અને RC માલિકનું નામ પણ જાહેર કર્યું છે.

આ વીડિયો વાઇરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે હરિયાણા અને ગુરુગ્રામ પોલીસને ટેગ કરીને આરોપી વિરુદ્ધ તુરંત FIR નોંધીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.