Urban Reforms: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા સહિત 9 રાજ્ય કેન્દ્ર સરકારની અપેક્ષાના અનુરૂપ પોતાના શહેરી સુધારાઓ માટે કાયદામાં સંશોધન કરવા અથવા નવા કાયદા બનાવવા માટે સહમત થઈ ગયા છે. આ ત્રણ રાજ્યો ઉપરાંત, જે અન્ય રાજ્યોએ તેના માટે સહમતિ આપી છે તેમાં આસામ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.
આ સુધારાઓ મ્યુનિસિપલ સંસ્થાઓના વહીવટી કાર્યપદ્ધતિ અને નાગરિક સુવિધાઓના માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પર આધારિત છે. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ શહેરી સંસ્થાઓ માટે એક મોડેલ ગવર્નન્સ માળખું બનાવવાનું છે.
નવ રાજ્યો મ્યુનિસિપલ કાઉન્સિલોની રચના કરશે
આનો અર્થ એ થયો કે નવ રાજ્યોમાં તેમના મેયર માટે પાંચ વર્ષનો નિશ્ચિત કાર્યકાળ અને તેમની મદદ કરવા માટે મ્યુનિસિપલ કાઉન્સિલની રચના કરશે. આ એક મહત્ત્વપૂર્ણ વિકાસ છે કારણ કે રાજ્યોએ શહેરી સુધારાઓ પ્રત્યેની અનિચ્છા અને માત્ર નિવેદનબાજી સિવાય કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે પરામર્શ કરીને જરૂરી સુધારાઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
નાગરિક સુવિધાઓ માટે રાજ્યોએ નવા માળકા બનાવવા પર સહમતિ દર્શાવી છે. જેમાં યુઝર ચાર્જથી લઈને સમગ્ર રાજ્યોમાં એકસમાન નીતિનું નિર્માણ પણ સામેલ છે. રાજ્ય શહેરી સુધારા તરીકે લેન્ડ પૂલિંગની નીતિ બનાવવાની સાથે જરૂરી જમીનના રેકોર્ડનું ડિઝિટાઝેશન પણ કરશે.
હાલમાં રાજ્યોએ પોતપોતાના સ્તર પર શહેરીકરણના પડકારો સામે લડવાની તૈયારી શરૂ કરી છે. ત્રણ રાજ્યોએ લાંબા ગાળાની યોજનાઓ માટે શહેરી સુધાર આયોગોની રચના કરી છે અને તેમણે આગામી 20-30 વર્ષો માટે શહેરી નિયોજનની રૂપરેખા બનાવવા માટે કહ્યું છે.
કેરળ આયોગે પણ ગયા અઠવાડિયે રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો, જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હજુ પણ આયોગ હાલ કામગીરી કરી રહ્યા છે. તેમનો રિપોર્ટ ત્રણ મહિનામાં આવવાની અપેક્ષા છે.


