નવી દિલ્હી, તા. 1 મે 2022 રવિવાર
મજૂર અને મજૂરી બંનેના અર્થ સમયની સાથે બદલાયા છે, એવામાં 132 વર્ષથી ચાલતી આવતી મે દિવસની પરંપરાનુ આજે શુ મહત્વ છે?
શુ આજના સમયમાં પણ મજૂર દિવસની જરૂર છે?
દુનિયામાં સૌથી વધારે બંધુઆ મજૂર ભારતમાં છે. વિશ્વ ગુલામી સૂચકાંકના રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં ભારતમાં 80 લાખ લોકો આધુનિક ગુલામીમાં જીવી રહ્યા હતા. એટલે કે એક હજાર ભારતીયોમાંથી છ ને પોતાનુ મહેનતાણુ મળી રહ્યુ નહોતુ. જોકે ભારત સરકારે આ આંકડા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
ગુડવીવ ઈન્ટરનેશનલ નામની એક સંસ્થાના વર્ષ 2020ના સર્વે અનુસાર મહામારીના કારણે મજૂરોના દેવામાં ફસાવાનુ જોખમ ત્રણ ગણુ વધી ગયુ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અનુસાર વર્ષ 2016માં સમગ્ર દુનિયામાં 4 કરોડથી વધારે લોકો બંધુઆ મજૂરીનો શિકાર હતા.
અનુમાનો અનુસાર આમાંથી 71 ટકા મહિલાઓ હતા. આ વર્ષે જારી થયેલી વિશ્વ અસમાનતા રિપોર્ટ અનુસાર ભારતમાં શ્રમથી થનારી કુલ કમાણનો માત્ર 18 ટકા ભાગ જ મહિલાઓના હાથમાં આવે છે.
આઈએલઓની વર્ષ 2021ની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયામાં બાળ મજૂરની સંખ્યા વધીને 16 કરોડ થઈ ગઈ છે. રિપોર્ટ એ પણ જણાવે છે કે કોવિડ-19 મહામારીની અસરથી આ સંખ્યામાં વર્ષ 2022ના અંત સુધી 90 લાખ સુધીનો વધારો થઈ શકે છે. વર્ષ 2011 વસતીગણતરીના હવાલાથી સંગઠનનો અંદાજો છે કે દેશમાં 5-14 વર્ષની ઉંમરના બાળકોમાંથી 3.9 ટકા મજૂરી કરે છે.
સરકારના પોતાના આંકડા જણાવે છે કે દેશના કુલ શ્રમિકોમાંથી 93 ટકા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તેમના માટે લઘુતમ વેતન જેવી સામાજિક સુરક્ષાના હક મેળવવા વધુ મુશ્કેલ છે.
અખિલ ભારતીય ખેત મજૂર યુનિયનના સંયુક્ત સચિવ કહે છે કે દેશમાં કરોડો શહેરી અસંગઠિત મજૂર અને ગ્રામીણ ખેત મજૂર છે જે કોઈ પણ કાનૂનના દાયરામાં આવતા નથી. આજ સુધી આપણે ખેત મજૂર માટે એક કેન્દ્રીય કાનૂન બનાવી શક્યા નથી. તેથી મજૂર દિવસ ના માત્ર અધિક પ્રાસંગિક થઈ ગયો છે પરંતુ અમારી પેઢીની જવાબદારી બની ગયો છે.
1 મે એ જ કેમ મજૂર દિવસ?
સમગ્ર દુનિયાની સમાજવાદી અને શ્રમિક પાર્ટીઓના સંગઠન દ્વિતીય આંતરરાષ્ટ્રીયએ વર્ષ 1889ના પેરિસ સંમેલનમાં મજૂરોના હકની અવાજ બુલંદ કરવા માટે 1 મે નો દિવસ પસંદ કર્યો હતો.
આ પશ્ચિમમાં ઔદ્યોગિકીકરણનો સમય હતો અને મજૂરો પાસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કામ કરવાની આશા કરવામાં આવતી હતી. ઓક્ટોબર 1884માં અમેરિકા અને કેનેડાના ટ્રેડ યુનિયનના સંગઠન ફેડરેશન ઓફ ઓર્ગેનાઈઝ્ડ ટ્રેડ્સ એન્ડ લેબર યુનિયને નક્કી કર્યુ કે મજૂર 1 મે 1886 બાદ દરરોજ 8 કલાકથી વધારે કામ કરશે નહીં. જ્યારે તે દિવસ આવ્યો તો અમેરિકાના અલગ-અલગ શહેરોમાં લાખો શ્રમિક હડતાળ પર ચાલ્યા ગયા.
આ વિરોધ પ્રદર્શનોના કેન્દ્રમાં શિકાગો હતા. અહીં બે દિવસ સુધી હડતાળ શાંતિપ્રિય રીતે ચાલી પરંતુ ત્રણ મે ની સાંજે મૈકૉર્મિક હાર્વેસ્ટિંગ મશીન કંપનીની બહાર ભડકેલી હિંસામાં બે મજૂર પોલીસ ફાયરીંગમાં માર્યા ગયા.
આગામી દિવસે પાછુ બંને પક્ષ વચ્ચે અથડામણ થઈ જેમાં 7 પોલીસકર્મી સહિત 12 લોકોએ જીવ ગુમાવવો પડ્યો. આના કારણે દ્વિતીય આંતરરાષ્ટ્રીયએ 1 મે નો દિવસ પસંદ કર્યો હતો. શરૂઆતમાં દુનિયામાં મજૂરોને માત્ર દરરોજ 8 કલાક કામની માગને લઈને એક થવા માટે કહેવામાં આવ્યુ હતુ.
જે બાદ 1889થી લઈને 1890 સુધી અલગ-અલગ દેશમાં મજૂરોએ પ્રદર્શન કર્યા. બ્રિટનના હાઈડ પાર્કમાં 1890ની પહેલી મે એ ત્રણ લાખ મજૂરો 8 કલાક કામની માગને લઈને રસ્તા પર ઉતર્યા. જેમ-જેમ સમય વીત્યો આ દિવસે શ્રમિકોના બાકી અધિકારોની તરફ ધ્યાન અપાવવાનો પણ એક અવસર બની ગયો.
આ વર્ષે મજૂર દિવસ પર શુ છે ખાસ?
ભારતમાં મજૂર દિવસ વર્ષ 1923 બાદથી મનાવવામાં આવી રહ્યો છે. તે સમય સુધી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અસ્તિત્વમાં આવી નહોતી.
હિંદુસ્તાન લેબર કિસાન પાર્ટીના નેતા મલયાપુરમ સિંગારવેલુ ચેતિયારની અધ્યક્ષતામાં ચેન્નઈમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ચેતિયારએ 1 મે એ રાષ્ટ્રીય અવકાશ જાહેર કરવાની માગ રાખી હતી.
આ વર્ષે પણ મજૂર સંગઠન અલગ-અલગ રાજ્યોમાં રેલીઓ અને પ્રદર્શન આયોજિત કરવા જઈ રહ્યા છે. સીપીએમ સાથે જોડાયેલા મજૂર સંગઠન સીટૂના રાષ્ટ્રીય સચિવ એઆર સિંધૂએ જણાવ્યુ કે તેમના સંગઠનના કાર્યકર્તા આ દિવસે રામલીલા મેદાનમાંથી ચાંદની ચોકના ટાઉનહોલ સુધી રેલી કાઢશે.
આ સિવાય સીટૂની રાજ્ય એકમોની ઓફિસમાં લાલ ધ્વજ ફરકાવવામાં આવશે અને આ રીતના કાર્યક્રમ આયોજિત થશે.
રસપ્રદ વાત એ છે કે આરએસએસ સાથે સંબંધ રાખનારા ભારતીય મજૂર સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી 1 મે ના બદલે વિશ્વકર્મા જયંતી એટલે કે 17 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય મજૂર દિવસ જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
સંગઠનના પૂર્વ અધ્યક્ષ સીકે સજી નારાયણન આરએસએસ સાથે જોડાયેલી મેગજીન ઓર્ગેનાઈજર માટે એક લેખમાં દલીલ આપે છે, બીએમએસએ ઔદ્યોગિક સંબંધોમાં કમ્યુનિસ્ટોની વર્ગ-શત્રુતાના બદલે ઔદ્યોગિક પરિવારનો સિદ્ધાંત સામે રાખ્યો છે. અમે વિશ્વકર્મા જેવી હસ્તીઓ પાસેથી મળનાર ત્યાગ- તપસ્યા- બલિદાન અને કર્મ જ પૂજા છે ની શીખ પર ચાલીએ છીએ.


