નવી દિલ્હી, તા. 5 ઓગસ્ટ 2021 ગુરૂવાર
દેશના એક કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને તેમનો વધતુ મોંઘવારી ભથ્થુ મળવાની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતને 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવાયો છે. કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં સીધા 11 ટકાનો ઉછાળો જોવા મળશે.
જ્યારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં કોઈ પણ પરિવર્તન કરે છે તો કેન્દ્ર કર્મચારીઓ બાદ રાજ્ય સરકાર પણ તેને પોતાના રાજ્યમાં લાગુ કરે છે. કેટલાક રાજ્યોને આ વધતા મોંઘવારી ભથ્થાને લાગુ કરી દીધા છે તો કેટલાકે આને લાગુ કરવાની તૈયારીમાં છે.
દેશના સૌથી મોટા વહીવટીતંત્રએ પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સન્ 28 ટકાના દરથી મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત 1 જુલાઈથી આપવાનો પ્રસ્તાવ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પાસે મંજૂરી માટે મોકલી દીધો છે. મુખ્યમંત્રીની મોહર બાદ કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ મળવાનુ શરૂ થઈ જશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 16 લાખ સરકારી કર્મચારીઓ અને 12 લાખ પેન્શનર્સને ફાયદો થશે.


