Get The App

ત્રણેય સેના માટે ૭૯૦૦૦ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની અઘ્યક્ષતામાં મળેલ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં લેવાયેલો નિર્ણય

દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવવાનો ઉદ્દેશ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ત્રણેય સેના માટે ૭૯૦૦૦ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી 1 - image

નવી દિલ્હી, તા. ૨૯

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સોમવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ત્રણેય સેનાઓ સાથે જોડાયેલ ૭૯૦૦૦ કરોડ રૃપિયાના સંરક્ષણ ખરીદ પ્રસ્તાવોને એક્સેપ્ટેન્સ ઓફ નેસેસિટી (એઓએન) આપવામાં આવી છે.

આ બેઠકમાં ત્રણેય સેનાઓને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમના માટે જરૃરી શસ્ત્રોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શસ્ત્રો મળવાથી દેશની ત્રણેય સેનાઓ વધુ મજબૂત બનશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં ઇન્ડિયન આર્મી માટે લોઇટર મ્યુનિંશન સિસ્ટમ, લો લેવલ લાઇટ વેટ રડાર, પિનાકા મલ્ટીપલ લાન્ચ રોકેટ સિસ્ટમ માટે લોન્ગ રેન્જ  ગાઇડેડ રોકેટ અને ઇન્ટીગ્રેટેડ ડ્રોન ડિટેકશન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ માર્ક-૨ની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર લોઇટર મ્યુનિશનનો ઉપયોગ નિર્ધારિત લક્ષ્યાંક પર ચોક્કસ હુમલા માટે કરવામાં આવશે. જ્યારે લો લેવલ લાઇટ વેટ રડાર નાના કદના ઓછી ઉંચાઇએ ઉડતા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (એમઆરએલએસ)ને શોધવા અને તેના પર નજર રાખવામાં સક્ષમ રહેશે.

લાંબા અંતર માટે રોકેટ પિનાકા એમઆરએલએસની ત્રાટકવાની ક્ષમતા અને ચોકસાઇ વધારશે. એડવાન્સ યુદ્ધ ક્ષમતાવાળી સિંગલ ડ્રોન ઓળખ અને ઇન્ટીગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિકશન સિસ્ટમ માર્ક-૨ સૈન્ય યુદ્ધ ક્ષેત્ર અને દેશનાં આંતરિક વિસ્તારોમાં સેનાની મહત્ત્વપૂર્ણ સંપત્તિઓની રક્ષા કરશે.

ઇન્ડિયન એરફોર્સ માટે ઓટોમેટિક ટેક ઓફ લેન્ડિંગ રેકોર્ડિંગ સિસ્ટમ, એસ્ટ્રા એમકે-૨ મિસાઇલ, ફુલ મિશન સિમુલેટર અને સ્પાઇસ-૧૦૦૦ લોન્ગ રેન્જ ગાઇડન્સ કિટ વગેરેની ખરીદી માટેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

ઇન્ડિયન નેવી માટે બોલાર્ડ પુલ (બીપી) ટગ્સ, હાઇ ફ્રિકવન્સી સોફટવેર ડિફાઇન્ડ રેડિયો (એચએફ એસડીઆર) મેનપેકની ખરીદી અને હાઇ એલ્ટીટયુડ લોંગ રેન્જ (એચએએલઇ) રિમોટલી પાયલેટેડ એરક્રાફ્ટ સિસ્ટમ (આરપીએએસ)ના લિઝ માટેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.