73000 પગાર ધરાવતી મહિલાએ પતિ પાસે માગ્યું ગુજરાન ભથ્થું, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો
Lucknow High Court Verdict: લખનઉ હાઈકોર્ટની બેન્ચે તાજેતરમાં જ એક મહત્ત્વપૂર્ણ પારિવારિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, જો પત્ની પોતે સારી કમાણી કરતી હોય, તો તે પતિ પાસેથી ભરણપોષણ મેળવી શકતી નથી. લખનઉ હાઈકોર્ટ બેન્ચે તે આદેશને બદલી દીધો, જેમાં ફેમિલી કોર્ટે પતિને પત્નીને ભરણપોષણ માટે દર મહિને 15,000 રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
પત્ની સોફ્ટવેર એન્જિનિયર, મહિને 73,000 રૂ. પગાર
હકીકતમાં આ મામલો એક દંપતી વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે. પતિ સોફ્ટવેર એન્જિનિયર છે અને દર મહિને 1.75 લાખ રૂપિયા કમાય છે, જ્યારે પત્ની પણ સોફ્ટવેર એન્જિનિયર છે અને દર મહિને 73,000 રૂપિયા પગાર મેળવે છે. એટલું જ નહીં, પત્નીએ બક્ષી કા તાલાબ વિસ્તારમાં 80 લાખ રૂપિયાથી વધુનો ફ્લેટ પણ ખરીદ્યો છે.
આ મુદ્દે પતિના ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતા કહ્યું હતું કે, જ્યારે પત્ની સક્ષમ હોય છે અને સારો પગાર મેળવે છે, ત્યારે તે ભરણપોષણ માટે હકદાર ન હોઈ શકે. કોર્ટે આ દલીલને યોગ્ય માનીને કહ્યું કે, પત્નીને 73,000 રૂપિયા પગાર મેળવે છે, જેથી તે પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે.
કોર્ટે બાળકના ખર્ચ માટે દર મહિને 25 હજાર રૂ.આપવાનો આદેશ કર્યો
જોકે, કોર્ટે આ સમગ્ર મામલે બાળકના અધિકારોને પહેલું સ્થાન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, પતિએ તેના સગીર બાળકનું ભરણપોષણ કરવું પડશે. જે આધારે કોર્ટે પતિને બાળકના ખર્ચ માટે દર મહિને 25 હજાર રૂપિયા આપતા રહેવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો: 'એટમ બોમ્બ બાદ હવે અમે હાઈડ્રોજન બોમ્બ ફોડીશું...', વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી
ન્યાયાધીશ સૌરભ લાવાણિયાની સિંગલ બેન્ચે આ નિર્ણય સંભળાવતા કહ્યું કે,પત્ની માટે ભરણપોષણનો આદેશ અયોગ્ય હતો, પરંતુ બાળક માટે ભરણપોષણ પૂરું પાડવાની જવાબદારી પતિની છે. કોર્ટનો આ નિર્ણય ભવિષ્યના પારિવારિક વિવાદો માટે એક ઉદાહરણ સાબિત થઈ શકે છે.