Get The App

રાજ્યસભામાં 68 સભ્યોનો કાર્યકાળ પૂરો થવાની અણીએ, તેમાં 4 ગુજરાતના, રાજકીય પક્ષોમાં લોબિંગ શરૂ

આ 68 બેઠકોમાંથી દિલ્હીની ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ

આ વર્ષે કાર્યકાળ પૂરો કરનાર સભ્યોમાં નવ કેન્દ્રિય મંત્રીઓનો સામેવશ

Updated: Jan 5th, 2024

GS TEAM

Google News
Google News
રાજ્યસભામાં 68 સભ્યોનો કાર્યકાળ પૂરો થવાની અણીએ, તેમાં 4 ગુજરાતના, રાજકીય પક્ષોમાં લોબિંગ શરૂ 1 - image


Rajya Sabha Members Retire : પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. અને ભાજપ-કોંગ્રેસ સહિત દરેક મોટી પાર્ટીઓ પોતાની જીત માટે તમામ પ્રકારનાં દાવપેચ અજમાવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે નવ કેન્દ્રીય મંત્રી (Union-Ministers)ઓ સહિત રાજ્યસભાના 68 સભ્યો પોતાનો કાર્યકાળ પૂરો કરશે. ત્યારે રાજકીય પક્ષોમાં ખાલી બેઠકો માટે લોબિંગ શરૂ થઈ ગયું છે.

દિલ્હીની ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે

આ વર્ષે રાજ્યસભામાંથી (Rajya Sabha) રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મડવિયા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 57 નેતાઓ એપ્રિલમાં પોતાનો કાર્યકાળ પૂરો કરશે. આ 68 બેઠકોમાંથી દિલ્હીની ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ કુમાર ગુપ્તા 27 જાન્યુઆરીએ પોતાનો કાર્યકાળ પૂરો કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત સિક્કિમમાં SDF સભ્ય હિશે લાચુંગપા 23 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે એટલે ત્યાં પણ એકમાત્ર બેઠક માટે ચૂંટણી યોજાશે.  સંસદના ઉપલા ગૃહમાં 6 વર્ષનો કાર્યકાળ ધરાવતા આ પદો પર રાજકીય પક્ષોના (Political Party) નેતાઓમાં ખાલી બેઠકો માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. આ વર્ષે કાર્યકાળ પૂરો કરનાર સભ્યોમાં નવ કેન્દ્રિય મંત્રીઓનો સામેવશ પણ થાય છે. 

ગુજરાતના ચાર સભ્યો નિવૃત થશે

સૂત્રોના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10 બેઠકો, ત્યારબાદ મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6 બેઠકો, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 5-5 બેઠકો, કર્ણાટક અને ગુજરાતમાં 4-4 બેઠકો, ઓડિશા, તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશમાં 3-3 બેઠકો, ઝારખંડ અને રાજસ્થાનમાં 2-2 બેઠકો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાં 1-1 બેઠકો ખાલી થશે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા, પરુષોત્તમ રૂપાલા, કોંગ્રેસના સાંસદ નારણભાઈ રાઠવા અને અમી યાજ્ઞિકનો આ વર્ષે પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

રાજ્યસભામાં 68 સભ્યોનો કાર્યકાળ પૂરો થવાની અણીએ, તેમાં 4 ગુજરાતના, રાજકીય પક્ષોમાં લોબિંગ શરૂ 2 - image

Tags :