દેશમાં ઈ-બસ સેવા માટે 63 હજાર કરોડ ફાળવાયા, વિશ્વકર્મા યોજનાને મંજૂરી, મોદી કેબિનેટમાં નિર્ણય
ઈ-બસ સેવાની યોજના જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ચલાવવામાં આવશે
વડાપ્રધાને 15મી ઓગસ્ટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી
image : Representative image IANS |
આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરો ઈ-બસ ચલાવવા અને અને વિશ્વકર્મા યોજના અંગે નિર્ણય લેવાયો હતો. શહેરોમાં ઈ-બસ ચલાવવા માટે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દેશના શહેરોમાં ઈ-બસ સેવા માટે 63 હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
63 હજાર કરોડનું બજેટ ઈ-બસ સેવા માટે મંજૂર
આ ઈ-બસ સેવા માટે 63 હજાર કરોડ રૂપિયામાંથી કેન્દ્ર સરકાર 20 હજાર કરોડ રૂપિયા આપશે જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર આપશે. ઈ-બસ સેવાની યોજના જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ચલાવવામાં આવશે. આ સાથે ઈ-બસ સેવા માટે 7 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે.
વિશ્વકર્મા યોજનાને પણ મંજૂરી
ઈ-બસ સેવા ઉપરાંત વિશ્વકર્મા યોજનાને પણ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાને 15મી ઓગસ્ટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. સોની, સુથાર, કડિયા, વાળંદ અને સાધનો અને હાથ વડે કામ કરનારાઓ માટે આ એક યોજના છે. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે.
વિશ્વકર્મા યોજના શું છે?
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજના વિશે જાહેરાત કરી હતી કે તેનું બજેટ 13 થી 15 હજાર કરોડ રૂપિયા હશે. આ યોજના દ્વારા સરકાર પરંપરાગત કૌશલ્ય એટલે કે હાથ વડે કામ કરતાં કારીગરોને મદદ કરશે. આ કારીગરોમાં સોની, લુહાર, વાળંદ અને ચામડાનું કામ કરતાં લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાનો હેતુ એવા લોકોને લાભ પહોંચાડવાનો છે, જેઓ હાથ વડે કુશળ કામ કરે છે અને પેઢીઓથી આ કામ કરી રહ્યા છે.