India

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત

By GS TEAM
24 Nov 20251 min read
TukuTouch Logo
તમિલનાડુના તેનકાસી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થતાં દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના બનાવમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 30 જેટલાં મુસાફર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત

Tamil Nadu Bus Accident : તમિલનાડુના તેનકાસી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થતાં દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના બનાવમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 30 જેટલાં મુસાફર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર

મળતી માહિતી મુજબ,  તમિલનાડુના તેનકાસી જિલ્લામાં મદુરેથી સેનકોટ્ટઈ જઈ રહેલી બસ અને તેનકાસીથી કોવિલપટ્ટી જઈ રહેલી બસ વચ્ચે આજે સોમવારે (24 નવેમ્બર) 11 વાગ્યાની આસપાસ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 5 મહિલા સહિત 6 લોકોના મોત નીપજ્યા છે. 


પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મદુરેથી સેનકોટ્ટઈ જઈ રહેલી બસના ડ્રાઈવરની બેદરકારી અને વધુ સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક મુસાફરો ગંભીર હોવાનું જણાય છે. 

આ પણ વાંચો:  ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત, ગુજરાતના હોવાની આશંકા

અકસ્માત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બચાવવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. જેમાં કટર વડે બસના ભાગને કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે 25 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અકસ્માત સમયે બંને બસમાં ઓછામાં ઓછા કુલ 55 મુસાફરો સવાર હતા.