ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત: બસ-ટ્રકની ટક્કર બાદ 6ના મોત, 20 ઈજાગ્રસ્ત
તસવીર : IANS
Deoghar Road Tragedy : ઝારખંડના દેવઘરમાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રકની ટક્કરમાં 6 શિવભક્તોના નિધન થયા છે જ્યારે 20થી વધુ ઈજાગ્રસ્ત છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
ગોડ્ડા-દેવઘર રોડ પર મોહનપુર પોલીસ સ્ટેશન નજીક જમુનિયા વળાંક પર આ અકસ્માત થયો હતો. મંગળવારે સવારે 5.30 વાગ્યે બસ અને ટ્રક વચ્ચે ટક્કર બાદ આખો રસ્તો મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને ઍમ્બ્યુયલન્સ મારફતે હોસ્પિટલઆમ દાખલ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે દેવઘરમાં મહાદેવના વૈદ્યનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં કાંવડિયા જળ ચઢાવવા આવે છે.