Get The App

બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત 1 - image


Bihar Road Accident: બિહારના ભાગલપુરમાં રવિવારે (ત્રીજી ઓગસ્ટ) રાત્રે શાહકુંડ અને સુલતાનગંજ વચ્ચે મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓની  પીકઅપ વાન નદીમાં ખાબકી હતી. જેમાં પાંચ યાત્રાળુઓના મોત નીપજ્યાં હતા.  જ્યારે ત્રણ યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં શાહકુંડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?

અહેવાલો અનુસાર, ભાગલપુરમાં મહતો થાન નજીક રવિવારે રાત્રે લગભગ 12:15 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પાંચ યાત્રાળુઓના મૃત્યુ નીપજ્યાં થયા હતા અને ત્રણની હાલત ગંભીર છે. કાવડયાત્રીઓ જણાવ્યાનુસાર, પીકઅપ વાનમાં એક ડીજે સેટ હતો. સુલતાનગંજમાં સ્નાન કર્યા પછી બધા જ્યેષ્ઠ ગૌરનાથને જળાભિષેક કરવા જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ પીકઅપ વાન નદીમાં ખાબકી હતી.



મૃતકોમાં સંતોષ કુમાર, મનોજ કુમાર, વિક્રમ કુમાર, રવિશ કુમાર અને અંકુશ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાહન ચાલકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. વાહન ચાલક વાહનમાં ફસાઈ ગયો હોવાની શંકા છે. સ્થાનિક લોકો અને પોલીસે તમામ મૃતકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

યુપીમાં શ્રદ્ધાળુઓની કાર નહેરમાં ખાબકતા 11ના મોત 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં (ત્રીજી ઓગસ્ટ) એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. ઈટિયાથોક નજીક દર્શન માટે જઈ રહેલી બોલેરો કાર બેકાબૂ બનતાં નહેરમાં ખાબકી હતી. જેમાં કુલ 15 શ્રદ્ધાળુઓની સવાર હતાં, જેમાંથી 11ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 


Tags :