Get The App

આરએલડીએ સાથે ૩૧.૫૦ કરોડની છેતરપિંડી ઃ પાંચની ધરપકડ

ધરપકડ કરાયેલા લોકોમાં આરએલડીએના પૂર્વ મેનેજર અને બેંક ઓફ બરોડાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામેલ

આરએલડીએની ફરિયાદને સીબીઆઇની આધારે કાર્યવાહી

Updated: Oct 9th, 2023

GS TEAM


Google News
Google News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૯આરએલડીએ સાથે ૩૧.૫૦ કરોડની છેતરપિંડી ઃ પાંચની ધરપકડ 1 - image

સીબીઆઇએ ૩૧.૫૦ કરોડ રૃપિયાની કથિત હેરાફેરીના સંદર્ભમાં રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) અને બેંક ઓફ બરોડાના અધિકારીઓ સહિત  પાંચ લોકોની ધરપકડ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

સીબીઆઇએ આરએલડીએની એક ફરિયાદને આધારે કેસ દાખલ કર્યો હતો જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક અજ્ઞાાત વ્યકિત દ્વારા ૩૧.૫૦ કરોડ રૃપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

તપાસ એજન્સીએ ધરપકડ કરાયેલા આરોપીઓ આરએલડીએના પૂર્વ મેનેજર વિવેક કુમાર, બેંક ઓફ બરોડાના પૂર્વ બ્રાન્ચ મેનેજર જસવંત રાય, અન્ય ત્રણ લોકો ગોપાલ ઠાકુર, હિતેશ કરેલિયા અને નીલેશ ભટ્ટને એક સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

સીબીઆઇના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરએલડીએએ શરૃઆતમાં લગભગ ૩૫ કરોડ રૃપિયાનું એક વર્ષ માટે બેંક ઓફ બરોડાની દિલ્હીના શાહદરામાં વિશ્વાસ નગર સ્થિત બ્રાન્ચમાં ફિકસ્ડ ડિપોઝીટ (એફડી) સ્વરૃપે રોકાણ કર્યુ હતું. ત્યારબાદ પાકેલી રકમનું ફરીથી ત્રણ મહિના માટે રોકાણ કરવાનું હતું.

જો કે બેંકે ફક્ત ૩.૫ કરોડ રૃપિયાનું રોજ રોકાણ કર્યુ હતું જ્યારે બાકીના ૩૧.૫૦ કરોડ રૃપિયા બેંક અધિકારીઓ, આરએલડીએ અધિકારીઓ અને અન્ય લોકોની સાઠગાંઠથી વિભિન્ન નકલી કંપનીઓમાં મોકલી દીધા હતાં.

 

 

 

 

 

 

 

Tags :