India

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા

By GS TEAM
14 Sep 20251 min read
TukuTouch Logo
આસામના ગુવાહાટીમાં આજે(14 સપ્ટેમ્બર) સાંજે 4:41 વાગ્યે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા હતા. તેનું કેન્દ્ર બિંદુ રાજ્યના સોનિતપુર જિલ્લામાં ઢેકિયાજુલીથી 16 કિમી દૂર નોંધાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા

Earthquake in Assam: આસામના ગુવાહાટીમાં આજે(14 સપ્ટેમ્બર) સાંજે 4:41 વાગ્યે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા હતા. આસામના અધિકારીઓના અનુસાર, ભૂકંપના આંચકા સાંજે 5:20 વાગ્યે (IST) અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ કુદરતી ઘટનાથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે સંપત્તિને નુકસાનના કોઈ સમાચાર નથી મળ્યા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ આસામના ઉદલગુડીમાં હતું. તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી. ભૂકંપના આંચકા આસામની સાથોસાથ નોર્થ-ઈસ્ટના અન્ય રાજ્યો જેવા કે મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુર સહિતના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. આ સમાચાર પ્રાથમિક માહિતીના આધારે લખાયા છે.