India

અસમ અને ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા: 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ

By GS Team
7 Jun 20261 min read
TukuTouch Logo
ભારતના અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. જોરદાર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. ભારતના સરહદી વિસ્તારો ઉપરાંત પાડોશી દેશ ભૂતાનની રાજધાની થિમ્ફુ (Thimphu)માં પણ આની વ્યાપક અસર જોવા મળી છે. મુખ્ય ભૂકંપ બાદ બીજા આંચકા (આફ્ટરશોક) ની ચિંતામાં થિમ્ફુમાં ઘણા લોકો પોતપોતાની ઇમારતો અને ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અસમ અને ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા: 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ

Earthquake Hits Assam & North-East India : ભારતના અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. જોરદાર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. ભારતના સરહદી વિસ્તારો ઉપરાંત પાડોશી દેશ ભૂતાનની રાજધાની થિમ્ફુ (Thimphu)માં પણ આની વ્યાપક અસર જોવા મળી છે. મુખ્ય ભૂકંપ બાદ બીજા આંચકા (આફ્ટરશોક) ની ચિંતામાં થિમ્ફુમાં ઘણા લોકો પોતપોતાની ઇમારતો અને ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicentre) પશ્ચિમી ભૂતાન (Western Bhutan)માં જમીનની અંદર હતું. ઉત્તર-પૂર્વ ભારત અને ભૂતાનનો આ સમગ્ર વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ ઝોનમાં આવે છે. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.