Get The App

બે છોકરાની માતા સાઈકલ પર 14 દિવસમાં ગુજરાતથી અરુણાચલ પહોંચી

Updated: Nov 21st, 2022

GS TEAM

Google News
Google News
બે છોકરાની માતા સાઈકલ પર 14 દિવસમાં ગુજરાતથી અરુણાચલ પહોંચી 1 - image


- ગિનિઝ બુકમાં યાત્રાને લગતા ડોક્યુમેન્ટ મોકલાયા

- પ્રીતિએ રોજના એવરેજ 19 કલાકમાં 350 કિમી સાઈકલ ચલાવીને કુલ 3995 કિમીનો સફર પૂરો કર્યો 

અમદાવાદ : ગુજરાતથી એકલા સાઈકલ ચલાવીને ૧૪ દિવસમાં અરુણાચલ પ્રદેશ પહોચેલી ૪૫ વર્ષીય મહિલાએ નવો કિર્તીમાન હાંસલ કર્યો છે. બે છોકરાઓની માતાએ સાઈકલ પર લગભગ ૪૦૦૦ કિલોમીટરની મુસાફરી કરીને સાબિત કર્યું છે કે, જો ઈરાદા મજબૂત હોય તો ઉંમર તેને આડે નથી આવતી. સાઈકલ યાત્રાથી એક પ્રકારનો વિક્રમ સર્જનાર મહિલા પ્રીતિ મસ્કની સિદ્ધી વિશે આ સાઈકલ યાત્રાના પ્રમુખે સોમવારેમાહિતી  આપી હતી. 

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, ૧ નવેમ્બરે પાકિસ્તાનની સીમા પાસે આવેલા કોટેશ્વર મંદિરથી પોતાની યાત્રા શરૂ કરનાર પ્રીતિએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશ એમ કુલ સાત રાજ્યોમાં લગભગ ૪૦૦૦ કિલોમીટરની સફર પોતાની સાઈકલ પર કરી હતી. મજબૂત ઈરાદા ધરાવતી પ્રીતિએ પાંચ વર્ષ પહેલા બિમારીથી બચવા સાઈકલ ચલાવવાની શરૂઆત કરી હતી.

તેમણે અરુણાચલ પ્રદેશમાં ચીનની સીમા પાસે કિબિથુ પહોચવા માટે ૧૩ દિવસ, ૧૯ કલાક અને ૧૨ મિનિટમાં તેમની ૩૯૯૫ કિલોમીટરની યાત્રા પૂરી કરી હતી. તે ૧૪ નવેમ્બરના રોજ અરુણાચલ પહોંચી હતી. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ અલ્ટ્રા સાઈકલિંગ એસોેશિયેશનમાં તેની આ યાત્રાને લગતા પૂરાવા મોકલી આપવામાં આવ્યા છે. તેમને આ યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. 

બિહારના દરભંગામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો, જયારે અરુણાચલ પ્રદેશમાં તેજુ બાદથી રસ્તો ચઢાણવાળો હતો.અહીં રસ્તાની હાલત ખરાબ હોવાથી તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પ્રીતિએ પ્રથમ દસ દિવસમાં પ્રતિદિન ૧૯ કલાક સાઈકલ ચલાવીને રોજના ૩૫૦ કિલોમીટરની સફર કરી હતી. તેમણે ઘણા દિવસ નિરંતર ૨૪ કલાક સાઈકલ ચલાવી હતી. ઊંઘથી ઝઝુમી રહેલી પ્રીતિએ કોફીના સહારે પોતાને ફ્રેશ રાખી હતી.   

Tags :