India

પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક

By GS TEAM
9 Nov 20252 mins read
પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૯

સ્વચ્છતા અભિયાનનાં ભાગરૃપે કેન્દ્ર સરકારની વિવિધ ઓફિસોમાંથી ઇલેકટ્રોનિક વસ્તુઓ સહિતનાં ભંગારને વેચીને સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૪૧૦૦ કરોડ રૃપિયાની કમાણી કરી છે તેમ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે.

પર્સોનેલ બાબતોનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પ્રધાન સિંહે જણાવ્યું હતું કે ગયા વર્ષે સ્પેશિયલ સ્વચ્છતા અભિયાન-૪નાં અંતે કુલ ૩૩૦૦ કરોડ રૃપિયાની કમાણી થઇ હતી. ચાલુ વર્ષે સ્પેશિયન સ્વચ્છતા અભિયાન-પમાં ૭૮૮.૫૩ કરોડ રૃપિયાની આવક થઇ છે. ચાલુ વર્ષે બે ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આમ છેલ્લા પાંચમાં ભંગાર વેચવાથી કુલ ૪૦૮૮.૫૩ કરોડ રૃપિયાની આવક થઇ છે.

તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૧થી દર વર્ષે એક મહિના સુધી સ્પેશિયન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  છેલ્લા પાંચ વર્ષમાં કુલ પાંચ સ્પેશિયલ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી કુલ ૪૦૮૮.૫૩ કરોડ રૃપિયાની આવક થઇ છે.

સિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતત્રતા દિવસે લાલ કિલ્લા પરથી આપેલા પ્રથમ સંબોધનમાં સ્વચ્છતાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીનાં પ્રથમ જ વર્ષમાં ચાર લાખ ટોઇલેટ બાંધવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ગાંધીજીની જન્મ તારીખ બીજી ઓક્ટોબરથી આ સ્વચ્છતા અભિયાન શરૃ કરવામાં આવ્યું હતું જે ૩૧ ઓક્ટોબર સુધી ચાલ્યું હતું.

સ્પેશિયલ સ્વચ્છતા અભિયાન હેઠળ સરકારી ઓફિસોમાં કુલ ૨૩૧.૭૫ લાખ ચો. ફૂટ જગ્યા સાફ કરવામાં આવી છે.સિંહે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સ્પેશિયલ સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાપ્ત થયેલી ૪૦૮૮ કરોડ રૃપિયાની રકમ ચંદ્રયાન મિશનનાં બજેટ કરતાં પણ વધારે છે.