India

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
દક્ષિણ દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં શનિવારે સાંજે ચાર માળના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે. આગ એટલી ભયાવહ હતી કે તેણે જોતજોતામાં આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

Delhi Fire news : દક્ષિણ દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં શનિવારે સાંજે ચાર માળના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે. આગ એટલી ભયાવહ હતી કે તેણે જોતજોતામાં આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

કેવી રીતે આગ ભડકી? 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 6:15 વાગ્યે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જૂતાની દુકાનમાંથી આગની શરૂઆત થઈ હતી. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તે ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ, જેના કારણે અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહીં.

ફાયર બ્રિગેડ અને પોલીસની કાર્યવાહી

દિલ્હી ફાયર સર્વિસને સાંજે 6:27 વાગ્યે મંગલ માર્કેટ પાસેના એક ઘરમાં આગ લાગ્યાની માહિતી મળી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનોએ બિલ્ડિંગની અંદરથી બે લોકોને બચાવીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા.

આગ ઓલવ્યા બાદ ત્રણ મૃતદેહ મળ્યાં 

આગ પર કાબૂ મેળવ્યા બાદ, ફાયર સર્વિસ દ્વારા ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ઘરમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા છે, અને એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોમાંથી એકની ઓળખ મકાનના માલિક સતેન્દર ઉર્ફે જીમી (38) તરીકે થઈ છે.

આગ કેમ લાગી? 

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની ગંભીરતાને જોતા, ક્રાઈમ અને ફોરેન્સિક ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે, જે આગના કારણની વિગતવાર તપાસ કરશે.