Get The App

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ 1 - image


- ભારતીય રેલવેની સાત એન્જિન અને 354 વેગનની સૌથી લાંબી માલગાડી

- 40 કિલોમીટરની ઝડપે દોડતી માલગાડીમાં દરેક વેગન 72 ટન માલસામાનને વહન કરવાની ક્ષમતા ધરાવે છે

નવી દિલ્હી : ભારતીય રેલવેએ સાત એન્જિન અને ૩૫૪ વેગન ધરાવતી સાડા ચાર કિલોમીટર લાંબી રૂદ્રાસ્ત્ર નામની માલગાડીનું સફળ સંચાલન કરી ઇતિહાસ રચ્યો છે. આ માલગાડીએ કલાકે સરેરાશ ૪૦ કિલોમીટરની ઝડપે ૪૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારતીય રેલવેએ દેશની સૌથી લાંબી માલગાડીનું સફળ સંચાલન કરી શનિવારે એક અનોખી સિદ્ધિ મેળવી હતી. સાડા ચાર કિલોમીટરની લંબાઇ ધરાવતી આ માલગાડીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય-પીડીડીયુ  ડિવિઝન એટલે કે મોગલસરાય જંકશનથી ધનબાદ ડિવિઝનના ફૂલબસિયા લોડિંગ સ્ટેશન સુધી દોડાવવામાં આવી હતી. ૪૦૦ કિલોમીટરના આ અંતરને માલગાડીએ ૧૪ ક લાકમાં કાપ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર ઉદયસિંહ મીણાએ જણાવ્યું હતું કે પરિચાલન વિભાગની ટીમે ઉલ્લખની ય કામ કરી માલગાડીને સફળતાપૂર્વક ગંતવ્યસ્થાને પહોંચાડી હતી. રૂદ્રાસ્ત્ર દેશની જ નહીં પણ સમગ્ર એશિયાની સૌથી લાંબી માલગાડી છે. 

ગુરૂવારે બપોરે રૂદ્રાસ્ત્રને પીડીડીયુથી રવાના કરવામાં આવી હતી. ગંજખ્વાજાથી સોનનગર સુધી તેને અલગ ફ્રેઇટ કોરિડોર પર ચલાવવામાં આવી હતી.એ પછી ગઢવા રોડ પર થઇ તેને ધનબાદ ડિવિઝનના ફુલબસિયા કોલસા લોડિંગ સ્ટેશને વહેલી પરોઢે સાડા ચાર વાગ્યે પહોંચી હતી.દરેક  વેગનમાં ૭૨ ટન માલસામાન વહન કરવાની ક્ષમતા છે. આ માલગાડીમાં બે એન્જિન આગળના હિસ્સામાં  અને તે પછી દર ૫૯ વેગન બાદ એકએક એન્જિન જોડવામાં આવ્યા હતા. ૩૪૫ વેગનની આ માલગાડીને દોડાવવા માટે કુલ સાત એન્જિનને જોડવામાં આવ્યા હતા. 

આ માલગાડીની ગુરૂવારે ટ્રાયલ રન લેવામાં આવી હતી. તેમાં તેને છ ખાલી બોક્સ રેક જોડીને ગંજખ્વાજા સ્ટેશનથી ઝારખંડના ગઢવામાં આવેલાં ચંદૌલી સુધી દોડાવવામાં આવી હતી.  ટ્રાયલ રનમાં રૂદ્રાસ્ત્રએ ૨૦૯ કિલોમીટરનું અંતર પાંચકલાકમાં કાપ્યું હતું. ઇસ્ટ સેન્ટ્રલ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર આ માલગાડી કલાકે  સરેરાશ ૪૦.૫૦ કિમીની ઝડપે દોડી હતી. 

Tags :