Get The App

અગ્નિપથની અગનજ્વાળા - બિહારમાં કાલે તમામ 369 ટ્રેન રદ્દ

Updated: Jun 18th, 2022

GS TEAM

Google News
Google News
અગ્નિપથની અગનજ્વાળા - બિહારમાં કાલે તમામ 369 ટ્રેન રદ્દ 1 - image


નવી દિલ્હી, તા. 18 જૂન 2022 શનિવાર

મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રેલવેએ મોટો નિર્ણય કર્યો છે, બિહારમાં રવિવારે આખો દિવસ કોઈ ટ્રેન દોડશે નહીં. હિંસાને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 4 વાગ્યાથી રાતે 8 સુધી કોઈ ટ્રેન દોડશે નહીં.

અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં સૌથી વધારે હિંસા થઈ છે. અહીં રોષે ભરાયેલા લોકોએ ડઝનો ટ્રેનોમાં આગ લગાડી દીધી અને અમુક શહેરો અને કસ્બામાં જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યુ છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે સંપત્તિઓની તોડફોડથી માત્ર બિહારમાં 200 કરોડ રૂપિયાથી વધારેનુ નુકસાન થયુ છે.

પૂર્વ મધ્ય રેલવેએ હિંસક પ્રદર્શનના કારણે ટ્રેનોના રૂટમાં અસ્થાયી પરિવર્તન કર્યુ છે. રેલવેએ જણાવ્યુ કે પ્રદર્શનના કારણે મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા બીજા ક્ષેત્રીય ટ્રેનોમાંથી ખુલીને પૂર્વ મધ્ય રેલમાંથી પસાર થનારી ટ્રેનોના રૂટમાં અસ્થાયી પરિવર્તન કરાયુ છે.

રેલવેનુ કહેવુ છે કે મુસાફરો અને રેલવે સંપત્તિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે કે તારીખ 18 જૂન 2022એ 8 વાગ્યાથી 19 જૂન 2022એ 4 વાગ્યા સુધી તથા પુન: 19 જૂન 2022 એ 8 વાગ્યાથી 20 જૂન 2022એ 8 વાગ્યા સુધી જ પૂર્વ મધ્ય રેલથી પસાર થનારી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવશે.

રેલવેએ શુક્રવારે જાણકારી આપી કે હિંસક પ્રદર્શનના કારણે 300થી વધારે ટ્રેનો પ્રભાવિત થઈ છે, જ્યારે 234 રદ કરાઈ ચૂકી છે. 7 ટ્રેન આગની ચપેટમાં આવી છે. પ્રદર્શનના કારણે 94 મેલ અને એક્સપ્રેસ ટ્રેન જ્યારે 140 પેસેન્જર ટ્રેન રદ કરાઈ ચૂકી છે. 65 મેલ અને એક્સપ્રેસ ટ્રેન અને 30 પેસેન્જર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. રેલવેએ 11 મેલ અને એક્સપ્રેસ ટ્રેનનો માર્ગ બદલી દીધો છે.

Tags :