India

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા

By GS TEAM
21 Dec 20251 min read
જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા

નવી દિલ્હી: મદ્રાસ હાઇકોર્ટના જજ જી આર સ્વામીનાથનને વધુ ૩૬ પૂર્વ જજોએ સમર્થન આપ્યું છે. વિપક્ષના સાંસદો લોકસભાના અધ્યક્ષને મળ્યા હતા અને જજ સ્વામીનાથનને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની માગણી કરી હતી. જોકે બીજી તરફ વિપક્ષની આ માગણીની વિરુદ્ધમાં ૩૬ જેટલા પૂર્વ જજો મેદાને ઉતર્યા છે. અને વિપક્ષની ટિકા કરી હતી. ૧ ડિસેમ્બરના રોજ જસ્ટિસ સ્વામીનાથને સુબ્રમણ્ય સ્વામી મંદિરમાં પરંપરાગત દીવો પ્રગટાવવા આદેશ કર્યો હતો. 

જોકે મંદિર પ્રશાસને આ આદેશનું પાલન ના કરતા બાદમાં માનહાનીની નોટિસ કાઢી હતી અને હિન્દુ સંગઠનને દિવો પ્રગટાવવાની છૂટ આપી હતી. વિપક્ષના સાંસદોએ જજના આ નિર્ણયને મનમાનીભર્યો અને બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધનો ગણાવ્યો હતો. બાદમાં વિપક્ષના સાંસદોએ જસ્ટિસ સ્વામીનાથન સામે મહાભિયોગની માગણી સાથે સ્પીકર ઓમ બિરલાની મુલાકાત કરી હતી. હવે વિપક્ષની આ માગની વિરુદ્ધમાં ૩૬ પૂર્વ જજો સામે આવ્યા છે. તેમણે વિપક્ષની માગણીને સમર્થન નહીં આપવા અન્ય સાંસદોને અપીલ કરી છે.