India

જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત

By GS TEAM
5 Jul 20251 min read
TukuTouch Logo
જમ્મુના રામબનમાં શનિવારે પાંચ બસો વચ્ચે પરસ્પર ટક્કર થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના તો અહેવાલ નથી આવ્યા પણ આ અકસ્માતમાં ઓછામાં ઓછા 36 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે જે અમરનાથની તીર્થયાત્રાએ જઇ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત

Jammu and Kashmir Bus accident : જમ્મુના રામબનમાં શનિવારે પાંચ બસો વચ્ચે પરસ્પર ટક્કર થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના તો અહેવાલ નથી આવ્યા પણ આ અકસ્માતમાં ઓછામાં ઓછા  36 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે જે અમરનાથની તીર્થયાત્રાએ જઇ રહ્યા હતા. 



આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પ માટે જતા કાફલામાં સામેલ હતી. દુર્ઘટના અંગે અધિકારીઓએ કહ્યું કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. એક બસની બ્રેક ફેઈલ થઇ જવાને કારણે તેણે અન્ય બસોને ટક્કર મારી દીધી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સહાય માટે મોકલી દેવામાં આવ્યા છે.