જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત
Jammu and Kashmir Bus accident : જમ્મુના રામબનમાં શનિવારે પાંચ બસો વચ્ચે પરસ્પર ટક્કર થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના તો અહેવાલ નથી આવ્યા પણ આ અકસ્માતમાં ઓછામાં ઓછા 36 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે જે અમરનાથની તીર્થયાત્રાએ જઇ રહ્યા હતા.
Five buses heading to #Pahalgam for the Shri #Amarnath Ji Yatra collided near Chanderkote, #Ramban, reportedly due to brake failure. pilgrims injured, shifted to District Hospital Ramban.#Accident #JammuAndKashmir @nitin_gadkari @Divcomjammu pic.twitter.com/W77oA7E9LI
— INDERJEET SHAN (@INDERJEETSHAN1) July 5, 2025
આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પ માટે જતા કાફલામાં સામેલ હતી. દુર્ઘટના અંગે અધિકારીઓએ કહ્યું કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. એક બસની બ્રેક ફેઈલ થઇ જવાને કારણે તેણે અન્ય બસોને ટક્કર મારી દીધી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સહાય માટે મોકલી દેવામાં આવ્યા છે.