Get The App

દિલ્હી વિધાનસભામાં વિજેતા 70 ઉમેદવારોમાંથી 31નો ગુનાહિત રેકોર્ડ, સૌથી વધુ ભાજપના

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં ખુલાસો

પ ફેબુ્આરીએ મતદાન જયારે 8 તારીખે પરિણામ જાહેર થયું હતું

Updated: Feb 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી વિધાનસભામાં વિજેતા 70 ઉમેદવારોમાંથી 31નો ગુનાહિત રેકોર્ડ, સૌથી વધુ ભાજપના 1 - image


એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા દિલ્હી વિધાનસભાના ચુંટાયેલા ઉમેદવારો અંગે એક અહેવાલ બહાર પાડયો છે. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર કુલ ચુંટાયેલા 70 વિધાનસભ્યોમાંથી 31 વિધાનસભ્યો વિરુદ્ધ ગુનાને લગતા કેસ ચાલે છે. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીના વિજેતા બનેલા 68 ટકા ધારાસભ્યો પર અપરાધિક ગુનાઓ નોંધાયેલા છે ત્યાર પછી ભારતીય જનતા પક્ષના 33 ટકા ઉમેદવારોનો પણ અપરાધિક કેટેગરીમાં સમાવેશ થાય છે.

સંખ્યાની દ્વષ્ટીએ જોઇએ તો આમઆદમી પાર્ટીના અપરાધિક ગુના રેકોર્ડ ધરાવતા 15 જયારે ભાજપના કુલ 16 ઉમેદવારો છે. દિલ્હી વિધાનસભા માટે ગત 5 ફેબુ્રઆરીના રોજ મતદાન થયું હતું જયારે 8 ફેબુ્આરીના રોજ ચુંટણી પરિણામો જાહેર થયા હતા જેમાં 22 બેઠકો સાથે સત્તાધારી આમઆદમી પાર્ટીેને કારમી હાર સહન કરવી પડી હતી જયારે  ભારતીય જનતા પક્ષને 48 બેઠકો સાથે પ્રચંડ બહુમતિ મળી હતી. આમઆદમી પાર્ટીએ 10 વર્ષ પછી હાર ખમવી પડી જયારે ભાજપે 27 વર્ષ પછી દિલ્હી રાજયમાં સત્તા મેળવી હતી. 

24 ટકા જેટલા ધારાસભ્યો પર ગંભીર પ્રકારના આરોપ છે

દિલ્હી વિધાનસભા ચુંટણી -૨૦૨૫ અંગે એડીઆરના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે 24 ટકા જેટલા ધારાસભ્યો પર ગંભીર પ્રકારના આરોપ છે. કેટલાક મામલામાં તો જામીન ના મળે એ પ્રકારના પણ છે જેમાં વધુમાં વધુ પાંચ વર્ષ કે તેનાથી વધુની સજા થઇ શકે છે. ગંભીર પ્રકારના મામલામાં હત્યા, અપહરણ, મહિલાઓ તેમજ બાળકો વિરુધના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

ગત વિધાનસભા સાથે સરખામણી કરીએ તો વિજેતા ઉમેદવારોમાં ૨૦૨૦માં ૬૧ ટકા પર નાના મોટા ગુનાઓ હતા જેમાં ૨૦૨૫માં ઘટાડો થઇને ૪૪ ટકા થયા છે.  ગંભીર પ્રકારના ગુનાની ટકાવારી ૨૦૨૦માં ૫૩ ટકા હતી જે ૨૦૨૫માં ઘટીને ૨૪ ટકા થઇ છે. શિક્ષણની વાત તરીએ તો ૪૫ નવા ચુંટાયેલા ઉમેદવારો ગ્રેજયુએટ અથવા તો તેનાથી આગળની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. ૨૩ વિજેતા ઉમેદવારો પાસે પોસ્ટ ગ્રેજયુએશનની ડીગ્રી છે અને ડૉકટરેટની પદવી ધરાવે છે. ૨૩ જેટલા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત ૫ થી ૧૨ ધોરણ સુધીની ગણાવી છે.  

96 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 5 વિજેતા બની છે 

દિલ્હી વિધાનસભા ચુંટણીમાં કુલ ૯૬ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી જેમાંથી માત્ર ૫ મહિલાઓ વિજેતા બની છે. આ ચુંટણીમાં આમઆદમી પાર્ટીએ ૯ અને કોંગ્રેસે ૭ અને ભાજપે ૯ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમાં ભાજપની ૮ મહિલાઓમાંથી ૪ ને જીત મળી છે.

કોંગ્રેસની શુન્ય જયારે આમઆદમી પાર્ટીની એક માત્ર મહિલા વિજેતા બની છે. આ મહિલા ઉમેદવાર આતિશી માર્લેના છે જે દિલ્હીના મુખ્યમંત્રી હતા. ૧૯૯૩ થી અત્યાર સુધીમાં દિલ્હી વિધાનસભામાં માત્ર ૪૪ મહિલાઓ ઉમેદવાર વિજેતા બની છે. ૧૯૯૮માં સૌથી વધુ ૯ મહિલાઓ દિલ્હી વિધાનસભામાં વિજેતા બની હતી.

Tags :