Get The App

કેરળના એરપોર્ટમાં ડિપ્લોમેટિક બેગમાંથી 30 કિલો સોનું જપ્ત, એકની અટકાયત

- ગયા વર્ષે 550 કિલો સોનું પકડાયેલું

- રાજદ્વારી હોદ્દો ઘરાવતી કોઇ વ્યક્તિના નામના દુરૂપયોગનો કિસ્સો: કન્સાઇનમેન્ટ ચાર્ટર્ડ ફલાઇટમાં મોકલાયેલું

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
કેરળના એરપોર્ટમાં ડિપ્લોમેટિક બેગમાંથી 30 કિલો સોનું જપ્ત, એકની અટકાયત 1 - image

(પીટીઆઇ) થિરૂવનંતપુરમ, તા. 5 જુલાઇ, 2020, રવિવાર

અત્રેના આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ ખાતે એર કાર્ગોમાં આવેલી ડિપ્લોમેટિક બેગેઝમાંથી કસ્ટમે 30 કિલો સોનું જપ્ત કર્યું હતું. રાજદ્વારી હોદ્દા ધરાવતી કોઇ વ્યક્તના નામનો ઉપયોગ કરીને બદમાશોએ દાણચોરી કરી હોવાનું કસ્ટમ વિભાગ માને છે.

દાણચોરીની આ મોડેસઓપરેન્ડી પાછળ કોઇ ચોક્કસ ગેંગ હોવાની કસ્ટમે શંકા વ્યક્ત કરી હતી, એમ એક ટોચના અિધકારીએ કહ્યું હતું. એક ચોક્કસ ગેંગના સભ્યો મનાતા શંકાસ્પદ 'સ્કેમ્સ્ટર'ને અટકાયતમાં લઇ તેમની પૂછપરછ શરૂ કરાઇ હતી.

ઉપરાંત બે અન્ય શંકાસ્પદોની પણ કસ્ટમે શોધ શરૂ કરી હતી.સાથે સાથે જે વ્યક્તિના નામે આ સામન આવ્યો હતો તેણે પણ તપાસમાં સહકાર આપ્યો હતો, એમ કસ્ટમ કમિશનર સુનિત કુમારે કહ્યું હતું. '30 કિલોના કન્સાઇનમેન્ટને જપ્ત કરાયો હતો. અમને શંકા છે કે દાણચોરોએ કોઇ ડિપ્લોમેટિક હોદ્દા ધરાવતી વ્યક્તિના નામનો દુરૂપયોગ કર્યો હશે.

આવા ગોરખ ધંધા કરતી ટોળકીએ જ કન્સઇનમેન્ટના ફોર્મ ભર્યા હશે, એમ અમે માનીએ છીએ'એમ તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કેરળમાંથી 550 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું જે એક રેકોર્ડ હતો. કુમારે કહ્યું હતું કે કસ્ટમ વિભાગને વિશ્વાસ છે કે  લોકડાઉન અને નિયમીત આંતરરાષ્ટ્રીય ફલાઇટ રદ કરી હોવા છતાં પણ અમે ગયા વર્ષના રેકોર્ડને પાછળ રાખી દઇશું.

એરપોર્ટના સૂત્રોએ કહ્યું હતું કે બાથરૂમના સાધનોમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. 'બે દિવસ પહેંલા આ સામાન આવ્યો હતો, પરંતુ તેને લેવા માટે કોઇ જ ન આવતા અમને શંકા જતાં તેની ચેકિંગ કરી હતી અને સોનું પકડી પાડયું હતું.

આ સામાન જે વ્યક્તિના નામે આવ્યું હતું તેને પણ બોલાવી કસ્ટમ વિભાગે પૂછપરછ કરી હતી અને આવેલી વ્યક્તિએ પણ તપાસમાં સહકાર આપ્યો હતો. કસ્ટમ વિભાગે તેમને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી.

હવે તેઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે શું ભૂતકાળમાં પણ ઓ ટોળકીએ આ મોડસઓપરેન્ડ અજમાવી હતી કે કેમ? આ સોનું ચાર્ટર્ડ ફલાઇટ મારફતે લાવવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગને શંકા છે કે ટોળકી એરપોર્ટના  સોનાની દાણચોરી માટે કેટલાક નીચલા સ્તરના કર્મચારીઓને ઉપયોગ કરે છે. સામાન્ય રીતે આવા સામાનની ચેકિંગ કરાતી નથી.