Get The App

૩ ટ્રાન્સજેન્ડરને મળી પોલીસની નોકરી, બિહાર દેશમાં પ્રથમ રાજય બન્યું

અગાઉ કેરલ રાજયમાં એક ટ્રાન્સજેન્ડરને સિપાહી તરીકે નોકરી મળી હતી

ટ્રાસજેન્ડર્સ પોતાની કમ્યુનિટી માટે અવેરનેસનું કામ કરવા ઇચ્છે છે.

Updated: Jul 10th, 2024

GS TEAM


Google News
Google News
૩ ટ્રાન્સજેન્ડરને મળી પોલીસની નોકરી, બિહાર દેશમાં પ્રથમ રાજય બન્યું 1 - image


ટણા,૧૦ જુલાઇ,૨૦૨૪,બુધવાર 

બિહારમાં પોલીસ ખાતાના વિવિધ પદો પર ૧૨૭૫ જેટલી ભરતી થઇ છે જેમાં ૩ ટ્રાન્સજેન્ડરને પોલીસની નોકરી મળી છે. આ સાથે જ એક સાથે ૩ ટ્રાન્સજેન્ડરની પોલીસ ખાતામાં ભરતી કરનારુ દેશનું પ્રથમ રાજય બન્યું છે. અગાઉ કેરલ રાજયમાં એક ટ્રાન્સજેન્ડરને સિપાહી તરીકે સરકારી સેવામાં નોકરી કરવાની તક આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારમાં ભાગલપુરની મધુ કશ્યપ પણનું નામ પણ પોલીસ ભરતીની યાદીમાં છે. 

મધુ એક ટ્રાંસજેન્ડર વૂમેન છે. સામાજિક સ્તરે અનેક પ્રકારની યાતનાઓ વેઠીને મધુ ૨૦૧૪માં પોતાનું ઘર છોડીને ભાગી નિકળી હતી. મધુએ મેટ્રિક ઇન્ટર અને પોલિટિકલ સાયન્સમાં બીએ ઓર્નસનો અભ્યાસ કર્યો છે. ટ્રાંસજેન્ડરો માટે સમાજનું વલણ અને માન્યતા બદલાય તે માટે કશુંક કરવાની પ્રેરણા મળી હતી. આ પ્રેરણાથી જ વર્ષ ૨૦૨૨માં પટણા આવી હતી. પટણા આવીને પણ તેના સંઘર્ષનો અંત આવ્યો નહી પરંતુ કોચિંગ સંસ્થાનોમાં મધુએ ખૂબ મહેનત કરી હતી. 

મધુને કોઇ પણ ભોગે પોલીસની નોકરી કરવાનું સપનું હતું.  ગુરુ રહેમાન નામની વ્યકિતએ તેના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો. મધુ પોતાની સફળતા માટે પોતાના માતા પિતા અને રહેમાનને શ્રેય આપે છે. તે પ થી ૬ કલાક નિયમિત વાંચન કરતી હતી. છેવટે તેની મહેનત રંગ લાવી છે. પોલીસ વિભાગમાં ભરતી થયેલા અન્ય ટ્રાસ જેન્ડરનું પણ જીવન સરળ ન હતું. ટ્રાસજેન્ડર્સ પોતાની કમ્યુનિટી માટે અવેરનેસનું કામ કરવા ઇચ્છે છે. 

Tags :