Get The App

મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બિહારના સૈન્ય જવાન સહિત પરિવારમાં 3ના મોત

Updated: Jan 26th, 2025

GS TEAM


Google News
Google News
મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બિહારના સૈન્ય જવાન સહિત પરિવારમાં 3ના મોત 1 - image


Bihar Accident: બિહારના ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રતનપુર ગામમાં રહેવાશી એક પરિવારના 3 સભ્યોનો એક દર્દનાક અકસ્માતમાં ભોગ લેવાઈ ગયો. માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઘવાયા પણ હતા. તેમને વારાણસીમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમાં એકની હાલત ગંભીર છે. 

મહાકુંભમાં અમૃત સ્નાન કરવા જઈ રહ્યા હતા

મૃતકોમાં લેહમાં પોસ્ટેડ સૈન્ય જવાન શિવજી સિંહ, તેમની દીકરી સોનમ કુમારી અને તેમનો ભત્રીજો રાજુ સિંહ સામેલ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઘાયલોમાં મૃત્યુ પામેલા સૈન્ય જવાનની પત્ની નીરા દેવી અને મૃત્યુ પામેલા ભત્રીજાની પત્ની સામેલ છે. આ બધા લોકો મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે તેમની પ્રાઈવેટ કારમાં પ્રયાગરાજ જઇ રહ્યા હતા. આ દરમિયાન શનિવારે મોડી સાંજે તેમની કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બિહારના સૈન્ય જવાન સહિત પરિવારમાં 3ના મોત 2 - image

Tags :