Get The App

IIM બેંગ્લુરુના 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ, પરિવાર-મિત્રો શોકમગ્ન

આ મામલે ખુદ IIM બેંગ્લુરુ દ્વારા ટ્વિટર પર માહિતી શેર કરવામાં આવી

તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો

Updated: Jul 26th, 2023

GS TEAM


Google News
Google News
IIM બેંગ્લુરુના 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ, પરિવાર-મિત્રો શોકમગ્ન 1 - image

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં એક 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને લીધે મોત નીપજ્યું છે. આ મામલે ખુદ IIM બેંગ્લુરુ દ્વારા ટ્વિટર પર માહિતી શેર કરવામાં આવી હતી. 

શું કહ્યું IIM બેંગ્લુરુએ? 

X જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતી હતી તેના પર માહિતી શેર કરતાં IIM  બેંગ્લુરુએ જણાવ્યું કે મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે. તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે મેનેજમેન્ટનો કોર્ષ કરી રહ્યો હતો. સમર વેકેશન દરમિયાન તે ફિયરિંગ કેપિટલમાં ઈન્ટર્ન તરીકે જોડાયો હતો. 

સંસ્થાને શોક વ્યક્ત કર્યો 

X પર પોસ્ટ કરતાં સંસ્થાને લખ્યું કે અમે દિલથી ઊંડેથી આઘાત પામ્યા છે. તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તે પીજીપીના સ્ટુડન્ટ્સ એલ્યુમની કમિટીના કોઓર્ડિનેટર હતા. સોશિયલ મીડિયા  પોસ્ટ અનુસાર તે અહીં MBA કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયાક અરેસ્ટ કહો કે હૃદય હુમલાના મામલા અને તેનાથી મૃત્યુના કેસ સતત વધતા જઈ રહ્યા છે. જે ચિંતાજનક મામલો છે. 

 

Tags :