Get The App

'આજે ભારત બંધ' : કેન્દ્ર સરકારની કર્મચારી-ખેડૂત વિરોધી નીતિઓ વિરુદ્ધ 25 કરોડ લોકો જોડાશે

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
'આજે ભારત બંધ' : કેન્દ્ર સરકારની કર્મચારી-ખેડૂત વિરોધી નીતિઓ વિરુદ્ધ 25 કરોડ લોકો જોડાશે 1 - image


- કામદાર ને ખેડૂત વિરોધી સરકારી નીતિઓ સામે વિરોધ

- ગુજરાતની ચાર ખાનગી, બાર રાષ્ટ્રીયકૃત બેન્કો બંધમાં જોડાશે : સ્ટેટ બેન્ક બંધમાં નહિ જોડાય

Bharat bandh news : ભારત સરકારની કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ કંપનીઓ  તરફી નીતિઓનો વિરોધ નોંધાવવા માટે આજે ઇન્ટુક, સિટું, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, સેવા, સિટી સહિતની સંસ્થાઓ તથા ગુજરાત મહાનગર બેન્ક એમ્પ્લોયી એસોસિયેશન સાથે જોડાયેલા બેન્ક કર્મચારીઓ 9મી સપ્ટેમ્બર 2025ના એક દિવસનું બંધ પાડવાનું એલાન આપ્યું છે. આ બંધમાં દેશભરમાંથી 25 કરોડથી વધુ લોકો જોડાશે એવો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં શાળાઓએ વિદ્યાર્થીઓને કે તેમના વાલીઓને બંધની જાણ કરી નથી. પરિણામે શાળાઓ ચાલુ રહેવાની સંભાવના છે.  

ગુજરાતની ચાર ખાનગી બેન્કો અને બાર રાષ્ટ્રીયકૃત બેન્કોના 40000થી વધુ કર્મચારીઓ આવતીકાલના બંધમાં જોડાશે. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બંધમાં જોડાશે નહિ. શાળા કોલેજો બંધમાં ન જોડાય તેવી સંભાવના જણાઈ રહી છે. પ્રીસ્કૂલના બાળકોના વાલીઓને પણ કોઈ મેસેજ મળ્યા ન હોવાનું વાલીઓનું કહેવું છે. જોકે બંધમાં ભારતીય મજૂર સંઘ અને તેમની સાથે જોડાયેલા લોકો ભાગ લેશે નહિ. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશન, ઇન્ટુક, ઐટુક, સિટુ, સેવા અને સહિતના  કામદાર સંગઠનો સાથે સંકળાયેલી કર્મચાીરઓ હડતાલમાં જોડાશે. કેન્દ્રિય સ્તરની બાર સંસ્થાઓ બંધમાં જોડાશે. સંયુક્ત કિસાન મોરચાએ પણ કામદારોના કર્મચારી યુનિયને મોરચામાં જોડાયેલાઓને ટેકનો આપવાનું પણ કૃષિ કામદાર સંગઠનોએ સમર્થન આપ્યું હતં.

બેન્ક કર્મચારીઓ સવારે 11 કલાકે ગાંધી આશ્રમ પાસે એકત્રિત થશે અને ત્યાંથી ચાલતા સરઘસરૂપે કલેક્ટર કચેરી જશે અને તેમનું આવેદનપત્ર સુપરત કરશે. સરકારની કામદાર વિરોધી, ખેડૂત વિરોદી અને રાષ્ટ્રવિરોધી નીતિ સામે વિરોધ નોંધાવવા માટ બાર રાષ્ટ્રીયકૃત બેન્ક ઉપરાંત આઈડીબીઆઈ, કરુર વૈશ્ય બન્કે, ફેડરલ બેન્ક અને કર્ણાટક બેન્ક આ  હડતાલમાં જોડાશે. બેન્ક ઉપરાંત વીમા કંપનીઓના કર્મચારીઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ ભારત બંધમાં જોડાશે નહિ. 

ભારત બંધને કારણે બસ અને રેલવે સેવાઓ ખોરવાઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી અને કંપની તરફી નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવશે. 

બેન્ક કર્મચારીઓના ફોરમે પણ કર્મચારીઓને બંધને સફળ બનાવવા હાકલ કરી છે. ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ બંધમાં જોડાશે એમ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર છેલ્લા દસ વર્ષથી વાર્ષિક લેબર કોન્ફરન્સનું આયોજન કરી રહી નથી. તેમ જ શ્રમિકોના હિતની વિરુદ્ધ જઈને નિર્ણયો લઈ રહી હોવાથી તેમની નારાજગી વધી રહી છે. શ્રમિકો સાથે મળીને કંપનીના માલિકો કે પ્રમોટરો સાથે સોદા ન કરી શકે તે માટે સરકાર શ્રમિકોની લગતી ચાર સંહિતા તેમના માથે લાદવાનો પ્રયાસ કરી રહી છે. તેને પરિણામે યુનિયનની પ્રવૃત્તિ પણ ઠપ થઈ જવાની સંભાવના રહેલી છે. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસને નામે કંપનીના માલિકોની તરફેણ કરવામાં આવી રહી હોવાનું શ્રમિકોને લાગી રહ્યું છે.

જાહેર ક્ષેત્રની સંસ્થાઓના ખાનગીકરણ સામે પણ કામદાર સંઘો વિરોધ નોંધાવી રહ્યા છે. કોલસાના ઉત્ખનન સાથે સંકળાયેલા કામદારો પણ આ બંધમાં જોડાશે. હિન્દ મજદરુ સભા પમ આ હડતાલમાં જોડાશે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશ સાથે સંકળાયેલી તમામ બેન્કો બંધમાં જોડાશે. સરકાર દ્વારા નવી અમલાં લાવવામાં આવનારી ચાર નવી આચાર સંહિતાને પરિણામે મજૂરોના હિતો સચવાશે નહિ તેવી માન્યતાને પરિણામે પણ બંધમં જોડાશે.

Tags :