પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi News: ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સમાં 24 વર્ષીય યુવતી રવિવારે (10મી ઓગસ્ટ) તેના મિત્ર સાથે પાર્ટી કરવા ગઈ હતી. આ દરમિયાન ચારેય મિભોએ યુવતીને નશીલી દવા પીવડાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે યુવતીને ઘરની બહાર છોડીને ભાગી ગયા. આ મામલે ફરિયાન નોંધવામાં આવી છે અને ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, ગુરુગ્રામ સ્થિત એક કંપનીમાં કામ કરતી યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 'પાર્ટીમાં દારૂ પીધા પછી ચાર લોકોએ મારા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મને રવિવારે એક મિત્રનો ફોન આવ્યો હતો. તેણે મને સિવિલ લાઇન્સમાં અન્ય એક મિત્રના ઘરે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. મે આ આમંત્રણ સ્વીકાર્યું અને અંડર હિલ રોડ નજીક સ્થિત ઘરે પહોંચી હતી. ત્યાં બે પરિચિત મિત્ર અને બે અન્ય યુવકો સાથે મોડી રાત સુધી પાર્ટી કરી અને દારૂ પીધો. આ દરમિયાન મારા પીણામાં કંઈક ભેળવીને આ ચારેય યુવકોએ મારા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું
યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 'મને માર માર્યો અને આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો. બાદમાં આરોપીઓએ મને ધમકી આપી કે જો પોલીસને આ વિશે કહેશે તો તે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરશે. ત્યારબાદ આરોપી મને ઘરની બહાર છોડી ગયો.'
પોલીસે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
પીડિતાએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. તેના પરિવારને જાણ કરવામાં આવી છે અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ફરિયાદના આધારે, પોલીસે સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ સિવિલ લાઇન્સમાં તે ઘરમાં પણ ગઈ હતી પરંતુ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસ આરોપીઓને શોધી રહી છે.








